સર્જક:અરદેશર ખબરદાર
દેખાવ
તેમનું પૂર્ણ નામ અરદેશર ફરામજી ખબરદાર (જન્મ: ૦૬-૧૧-૧૮૮૧, મૃત્યુ: ૩૦-૦૭-૧૯૫૩) હતું તેઓ ‘અદલ’ ઉપનામે સાહિત્ય રચના કરતાં. ગુજરાતી સાહિત્યના પારસી કવિઓમાં તેઓ મોખરાનું સ્થાન ધરાવે છે. ‘ગુણવંતી ગુજરાત’ અને ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કાવ્યો થકી તેઓ અમર કીર્તિ પામ્યા છે. તેમનો જન્મ દમણમાં થયો હતો અને ત્યાં જ વસેલા હતા. તેઓ માત્ર પ્રાથમિક શિક્ષણ પામેલા હતા અને મોટર-સાઇકલનો સામાન વેચવાનો ધંધો કરતા હતા. અનન્ય વતનપ્રેમ તેમનામાં છલકાતો હતો.
કાવ્યસંગ્રહો
[ફેરફાર કરો]- કાવ્યરસિકા
- વિલાસિકા
- પ્રકાશિકા (સૂચિ:Prakashika.pdf)
- ભારતનો ટંકાર (સૂચિ:Bharat no Tankar.pdf)
- સંદેશિકા (સૂચિ:Sandeshika.pdf)
- કાલિકા
- ભજનિકા (સૂચિ:Bhajanika by Khabardar.pdf)
- રાસચંદ્રિકા-૧ અને ભાગ-૨
- દર્શનિકા (સૂચિ:Darshanika.pdf)
- રાષ્ટ્રિકા
- કલ્યાણિકા
- મેઘસન્દેશ (સૂચિ:Meghsandesh.pdf)
- નંદનિકા (સૂચિ:Nandnika By Khabaadar.pdf)
- ગાંધીબાપુ
- કીર્તનિકા
