લખાણ પર જાઓ

રાસચંદ્રિકા

વિકિસ્રોતમાંથી
રાસચંદ્રિકા
અરદેશર ખબરદાર
અર્પણ →





રા સ ચં દ્રિ કા


ભાગ ૧–૨ સાથે


અરદેશર ફરામજી ખબરદાર






ત્રણ રૂપિયા






‘એક કિરણ છે ઊતર્યું આકાશથી રે લોલ’

એનાં દેવદીધાં વિશ્વમોંઘાં તેજ જો :

વહાલાં ! આવો, એ આત્મમાં સમાવીએ રે લોલ!’


શ્રી. ખબરદારનાં અન્ય સર્જનો

ભક્ત હૃદયની આરઝૂ અને તત્ત્વચિંતનના ગાંભીર્યથી તરબોળ સુગેય લોકપ્રિય ઢાળોમાં રચાયેલાં ભાવવાહી કાવ્યો અને ભજનોનો નવો સંગ્રહ, ટિપ્પણ સાથે રૂ. બે

દર્શનિકા

આધ્યાતિમક તત્ત્વચિંતનથી ભરપૂર સરળ શૈલી અને એક જ છંદ વડે ઊર્મિ અને અર્થઓ સમન્વય સાધતું ૬૦૦૦ પંક્તિનું સળંગ મુક્તમય લોકપ્રિય દીત્ઘ કાવ્ય.
સુધારેલી નવી આવૃત્તિ. રૂ. ત્રણ


ભારતનો ટંકાર્ સિવાયના પ્રારંભથી અત્યાર સુધીમાં પ્રસંગે પ્રસંગે નવનવા છંદો ને રાહોમાં લ- ખાયેલાં અને અતિ લોકપ્રિય થયેલાં પ્રેરક ને જુસ્સાદાર ૭૨ રાષ્ટ્રિય કાવ્યોનો અદ્વિતીય સુંદર સંગ્રહ:

રૂ. ત્રણ



કર્તાનાં પ્રગટ અને અપ્રગટ પુસ્તકો

ગુજરાતીમાં
૧ કાવ્યરસિકા કિંમત રૂા. ૧–૮–૦ ( પૃ. ૧૮૮)
૨ વિલાસિકા ૧–૮–૦ ( ” ૨૦૦)
૩ પ્રકાશિકા ૧–૪–૦ ( ” ૧૮૨)
૪ મલબારીનાં કાવ્યરત્નો ૩–૦–૦ ( ” ૪૫૦)
૫ ભારતનો ટંકાર (બીજી આવૃત્તિ) ૧–૦–૦ ( ” ૯૦)
૬ સંદેશિકા ૧–૦–૦ ( ” ૧૮૮)
૭ કલિકા ૨–૦–૦ ( ” ૨૬૦)
૮ ભજનિકા ૧–૪–૦ ( ” ૧૬૦)
૯ રાસચંદ્રિકા, ભાગ ૧ લો, (ઊંચા કાગળ) ૦–૧૪–૦ ( ” ૧૨૦)
ગીલ્ટ પૂઠું ૧–૪–૦ ( ” ૧૨૦)
૧૦ દર્શનિકા (બીજી આવૃત્તિ) ૩–૦–૦ ( ” ૪૪૦)
૧૧ પ્રભાતનો તપસ્વી અને કુકુટદીક્ષા (બીજી આવૃત્તિ) ૦–૮–૦ ( ” ૭૦)
૧૨ કલ્યાણિકા ૨–૦–૦ ( ” ૧૭૬)
૧૩ રાષ્ટ્રિકા ૨–૮–૦ ( ” ૨૪૮)
અંગ્રેજીમાં
૧૪ The Silken Tassel ૨–૮–૦ ( ” ૧૩૬)

હવે પછી છપાશે

૧૫ રાસચંદ્રિકા, બંને ભાગ સાથે
૧૬ પ્રભાતગમન ( વર્ણન કાવ્ય )
૧૭ કેટલાંક પ્રતિકાવ્યો
૧૮ લખેગીતા
૧૯ ગુજરાતી કવિતા અને
અપદ્યાગદ્ય
૨૦ ગુજરાતી કવિતાની રચનાકળા
( મુંબઇ યુનિવર્સિટી તરફથી )

૨૧ મનુરાજ નાટક (અખંડ પદ્યમાં)
૨૨ અમરદેવી નાટક
૨૩ યુગરાજ મહાકાવ્ય
૨૪ ગદ્યસંગ્રહ
૨૫ Leaf and Flower
૨૬ The Rest-House of
the Spirit



રાસચંદ્રિકા
[ ભાગ ૧–૨ સાથે ]





અરદેશર ફરામજી ખબરદાર





ત્રણ રૂપિયા








મુંબઇ
ઇ. સ. ૧૯૪૧
 


: પ્રકાશક :

અરદેશર ફરામજી ખબરદાર
૭૮૮, પારસી કોલોની, દાદર,

મુંબઇ-૧૪
ઇ. સ. ૧૯૪૧
સંવત ૧૯૯૭
 

સર્વ હક્ક કર્તાને સ્વાધીન


રાસચંદ્રિકા

ભાગ ૧ લો
ત્રીજીવાર

ભાગ બંને સાથે
પહેલીવાર

૧૧૦૦


: મુદ્રક :

અમૃતલાલ પ્રભાશંકર સાતા,
સ્ટેટ્સ પીપલ પ્રેસ,

૧૩૮, મેડોઝ સ્ટ્રીટ, કોટ, મુંબઇ
 


વિદ્યાભૂષણ, શાસ્ત્રવિશારદ,

સાહિત્ય,કવિતા અને કળાના ઊંડા અભ્યાસી અને કદરદાન,
મારા પરમસ્નેહી અને પરમહિતચિંતક

ડૉ. એરચ જહાંગીર સોરાબજી તારાપોરવાળાને

આભારની ઊંડી લાગણી સાથે

અર્પણ

≠≠≠

(અમ રે સાથે શું રાજ ! માયા ઉતારી)

મનડાંનાં મોતી ને હૈડાંના હીરા,
અણગણ ગુણભરી ગિરા :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

દિલથી નહીં દીઠું તે દીઠું નહીં આંખે,
દિલની દિલાવરી જે ચાખે :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

ધગતા રણે પડી જે પ્રભુને સંભારે,
પ્રભુશા આવી ત્યાં કર ધારે :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?


ગંગાના જળ ઝંખ્યાં તોયે ના દીઠાં;
પાયાં દેવગંગાનાં અમી મીઠાં :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

કરુણા કરુણાળુનાં નયને ને હૈયે,
પ્રભુજીનો સ્નેહ જ્યાંથી લહિયે :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

ડુબતો ઉપાડ્યો ને નાવે બેસાડ્યો,
આંસુ લૂછીને હૂંફે લાડ્યો :
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

દેવોનો વહાલો ને સ્નેહીનો માળોઃ
લાખોમાં એક કો નિરાળો !
હો વીરા !
એનાં તે મૂલ્ય કોણ મૂલવશે મહીમાં ?

અરદેશર ફરામજી ખબરદાર


ચોકપ્રવેશ


રાસ અને ગરબાની લલિત રસકુંજ ગુજરાતની પરમ આનંદદાયક વિશિષ્ટતા છે. પરપ્રાંતના યે જે જે રસિકજનોએ એ રસકુંજમાં વિહાર કરીને તેની મોજ ચાખી છે, તે તે સર્વ તેનાથી અતિ તુષ્ટમાન થઇને ફરીફરી તેનો લાભ લેવા ઉત્સુક રહે છે. શ્રીકૃષ્ણના ગોપીઓ સાથેના રાસની કલ્પના મૂર્ત્તરૂપે ખરી હોય તો એ ગરબારાસની પરંપરા હજારો વર્ષથી ચાલુ રહી ઊતરી આવી છે. ગુર્જરભૂમિનું લાલિત્ય, ગુર્જરરત્નની રસિકતા અને ગુર્જરસુંદરીની કલાકુશલતા જ્યારે આ ગરબાની સંગીત, નૃત્ય અને શબ્દની ત્રિવેણીમાં યોગ પામે છે, ત્યારે એને જોનાર-સાંભળનાર સૌ કોઇના આત્માના તારમાં કોઇક સ્વર્ગીય આનંદનાં અદ્‌ભૂત આંદોલનો જાગી ઊઠે છે. નવીન સંસ્કૃતિને નામે નવી ગુર્જરસુંદરી ગમે તે નવીન તત્ત્વો અપનાવે અને તેમાં ભલે રાચે, પણ સનાતન ગુર્જરસુંદરીના અમર સૌંદર્યને પ્રફુલ્લપણે પ્રગટાવતી આ ગરબાની પરંપરા તો તે કદી વિસારે મૂકે નહીં, અને રજનીના તારક્ઝળતા આભગરબાની જેમ તે તેને દિનપ્રતિદિન અખંડ હુલાવતી રહે અને તેનો આંનંદનો વારસો હવે પછીના આવતા જમાનાઓ માટે પણ અણખૂટ્યો મૂકી જાય, એવી આશા સૌ સાચા ગુજરાતીના હૃદયમાં ટમટમ્યા કરે છે.

આજ સુધીના મારા પ્રગટ-અપ્રગટ તમામ રાસગરબાનો આ સંગ્રહ ગુજરાતના હસ્તમાં મૂકતાં મને આનંદ જ થાય છે. ચોમાસે ચોમાસે નદીમાં પૂર આવ્યા જ કરે છે, તેમ ગુજરાતના કવિઓનાં રસપૂર પણ જમાને જમાને આપણા ગરબાની નદીમાં વહેતાં થઇ તેમાં નવો પ્રાણ પૂરતાં જ જશે. એ પૂરની સાથે કચરો કાદવ પણ ઘસડાઇ આવશે, પણ આખરે તો એ બધો નદીને તળિયે કે કિનારે બેસી જશે, અને નિર્મળ નીર જ નદીના જીવનને વહેતું રાખશે ને તરસ્યાંની તરસને છિપાવીને ઉપકારક બનશે.આ સંગ્રહમાંના રાસગરબાને બની શકે તેટલા નિર્મળ અને ઉપકારક રાખવાનો મેં પ્રયત્ન

કર્યો છે. પાંત્રીશ વર્ષથી ગુર્જરસુંદરીઓએ એમાંના ઘણા રાસને પોતાને કંઠે ઉતારીને શોભાવ્યા છે, અને બીજા ઘણા નવા જે આ સંગ્રહમાં હમણાં એકત્ર બનીને પ્રગટ થાય છે, તેને પણ એવી જ રીતે ધારણ કરશે, એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. ગુજરાતનો આત્મા જેમાં બોલે છે, તેના આ નવા સૂર ગુર્જરસુંદરીને જરૂર આકર્ષશે અને તેના સુમધુર કંઠને જગાડશે.

“રાસચંદ્રિકા”નો પહેલો ભાગ પ્રથમ ઇ.સ. ૧૯૨૯માં પ્રગટ થયો હતો. તેમાં ૫૧ રાસ હતા. એની બે આવૃત્તિ થઇ ગઇ છે ને ત્રીજીની રાહ જોવાતી હતી. પણ હું હવે મારાં બધાં કાવ્યોના અમુક વિભાગોવાર જ સંગ્રહ કરું છું, એટલે ભજનોના તથા રાષ્ટ્રગીતોના સંગ્રહો પછી મારા તમામ જૂના નવા રાસોનો આ એક જ સંગ્રહ પ્રગટ કરું છું.પહેલા ભાગના ૫૧ રાસ, “વિલાસિકા” થી “રાષ્ટ્રિકા” સુધીના મારા બીજા કાવ્યસંગ્રહોમાંથી ચૂંટી કાઢેલા ૪૩ રાસ, અને છેલ્લાં થોડાં વર્ષોમાં સામયિકોમાં પ્રગટ થયેલા તેમ જ અપ્રગટ રહેલા મળીને ૩૧ રાસ -એમ મળીને ૧૨૫ રાસ આ સંગ્રહમાં લીધા છે. વળી જે ગૃહજીવનમાં એ રાસ આનંદ પૂરે છે, તેના અનેક રંગને લક્ષમાં રાખીને આ ૧૨૫ રાસ બાર જુદા જુદા વિભાગમાં વહેંચી નાખવામાં આવ્યા છે. એથી અમુક પ્રસંગ માટે અમુક રાસની ચૂંટણી સુલભ થઇ પડશે, એવી આશા છે. વળી આ બધા રાસ મારા જે જે પુસ્તકમાંથી લીધા છે તે તે પુસ્તકના નામની નોંધ પણ “અનુક્રમણિકા”માં લીધેલી છે. પુસ્તકના નામ વગરના બધા રાસ નવા છે, એટલે કોઇ પણ આગલા પુસ્તકમાં તે પ્રગટ થયેલા નથી.

મહાયુદ્ધને લીધે કાગળોની ભારે અછત અને સખત મોંઘવારી પુસ્તક પ્રકટનમાં અંતરાયરૂપ થઇ પડી છે, અને એને લીધે જ પુસ્તકોની કિંમત પણ વધારે લાગે તો નિભાવી લેવાની રસિક ગુજરાતને હું વિનંતિ કરું છું. કવિહૃદયના સાચા રક્ત જેવી વહેતી કવિતાનું મૂલ્ય રૂપિયા-આના-પાઇએ હવે નવીન ગુજરાત નહીંજ કરે. ગરબો રમવા વસ્ત્રાલંકારને ધારણ

કરતી ગુર્જરસુંદરી આ ગરબાના પુસ્તકને કંઠલંકારરૂપે ધારણ કરે, તે તેના રસિક ભાવને અનુરૂપ જ ગણાશે.

મારી નવરાત્રિના છેલ્લા દિનનો આ લગભગ છેલ્લો ગરબો ગવાય છે ને ઝિલાય છે, તે ટાણે મારી ગુર્જર બહેનોના જીવનને તેમજ તેમના સંસારવહનને તે એક અખંડ આનંદરૂપ 'ગરબા' જેવુંજ બને ને રહે એવા આશીર્વાદ આપું છું. ગુર્જરીનું સૌભાગ્ય સદા અખંડ અને ઝળહળતું રહો ! અસ્તુ !


અરદેશર ફરામજી ખબરદાર

૭૮૮, પારસી કોલોની,
દાદર, મુંબઇ
ચૈત્ર સુદ ૫, સંવત ૧૯૯૭
તા. ૨–૪–૧૯૪૧


દીપિકા

(રાસચદ્રિકા ભાગ ૧ લાની પ્રથમ આવૃત્તિની)

મારા જૂના નવા રાસનો એક જુદો સંગ્રહ બહાર પાડવા ઘણાં બહેનો અને બંધુઓ તરફથી ચાલુ સૂચના થતી રહી છે, તેને માન આપીને આ નવા જ રાસોના સંગ્રહનો પ્રથમ ભાગ હું મારાં ગુર્જર બહેનો અને બંધુઓના હાથમાં મૂકું છું. આ સંગ્રહ તેમની જ પ્રેરણાનું ફળ છે, એટલે એના પ્રકટન માટે હું તેમનો જ આભારી છું. આજ સુધીમાં બહાર પડેલાં મારાં જુદાં જુદાં કાવ્યપુસ્તકોમાં ઘણા રાસ વેરાયેલા પડ્યા છે, તે સર્વની સાથે બીજા નવ રાસનો ઉમેરો કરીને આ પછી વળી બીજો ભાગ પ્રગટ કરવાનો વિચાર છે.

આ રાસયુગમાં ગુર્જર કાવ્યસાહિત્યમાં ઘણા કવિઓએ મોટે ભાગે રાસની લહણી કરાવી છે.ગુર્જર સુંદરીઓના હસ્તમાં એવી ઘણીયે રાસની ફૂલછાબો અર્પણ થઇ છે. તેમાં આ 'રાસચંદ્રિકા'ની એક નાની ફૂલછાબ હું યે મૂકવા ભાગ્યશાળી થયો છું. એમાંનાં ફૂલોના રંગ ને ફોરમ આકર્ષક નહીં હોય, પણ જે હૃદયના ભાવથી અને સાચા ઉમળકાથી એને મારી બહેનોના હસ્તમાં મૂકું છું, તે ભાવ પ્રત્યે જ જોવાની હું તેમને વિનંતિ કરું છું.

આકાશ વિશાળ છે, તેમાં નક્ષત્રો અને તારિકાઓનાં દૃશ્ય તેમ જ અદૃશ્ય ઝૂમખાં પણ અગણિત છે.પ્રભુના વિશાળ વિશ્વમાં નાનાં મોટાં એવાં સર્વ ઝૂમખાંને સ્થાન છે, તો મારી પ્રિય ગુર્જરદેવીના સાહિત્યાકાશમાં આ મારા નાના રાસઝૂમખાંને પણ એક નાનો ખૂણો મળી રહેશે એવી મારી શ્રદ્ધા છે. એમ હોવાથી હવે તો આ રાસો ગાવા અને ઉપાડી લેવાને બહેનોને આમંત્રણ આપીને આ નાની ‘દીપિકા’ એટલે દીવીને ચોકની વચ્ચે મૂકીને હું ખસી જાઉં છું. ગુર્જર બહેનોનો રાસવિલાસ અને તેમનું રાસસૌભાગ્ય અખંડ રહો ! અસ્તુ !

માઉંટ રોડ, મદ્રાસ
અરદેશર ફરામજી ખબરદાર

તા. ૧૫–૨–૧૯૨૯



અનુક્રમણિકા

પૃષ્ઠ
અર્પણ
ચોકપ્રવેશ
દીપિકા ૧૦
પૂજન:
પૂજન 3
રસગાથા (ભજનિકા)
દૂરના સૂર (પ્રકાશિકા)
નાચ (સંદેશિકા)
રસપ્રભુતા (સંદેશિકા) ૧૧
નવશક્તિનાં વધામણાં ૧૩
ગગનનો ગરબો ૧૫
ગુણવંતી ગુજરાત (પ્રકાશિકા) ૧૮
રળિયામણી ગુજરાત (રાષ્ટ્રિકા) ૨૦
૧૦ ગુણીયલ હો ગુજરાત! (રાષ્ટ્રિકા) ૨૨
૧૧ દેવીનાં નવચેતન (સંદેશિકા) ૨૪
આમંત્રણ:
૧૨ મહાગુજરાતની બહેનોને ૨૯
૧૩ રાસ (રાસચંદ્રિકા-૧) ૩૧
૧૪ સુમનવાડી ૩૩
૧૫ આમંત્રણ (પ્રકાશિકા) ૩૪
૧૬ સંદેશ (સંદેશિકા) ૩૬
૧૭ દિવ્ય દેશનાં પંખીડાં (રાસચંદ્રિકા-૧) ૩૮
૧૮ ગુર્જરી રાસે ઘૂમે રે ૪૦

વિશ્વલીલા: પૃષ્ઠ
૧૯ વિશ્વદેવીનું ગાન (રાસચંદ્રિકા-૧) ૪૫
૨૦ નંદનવનનો મોરલો (રાસચંદ્રિકા-૧) ૪૭
૨૧ તલાવડી દૂધે ભરી રે (કલ્યાણિકા) ૪૯
૨૨ વહાણું ૫૨
૨૩ સંધ્યા ૫૪
૨૪ રજની ૫૬
૨૫ તારકડી ૫૯
૨૬ ચાંદની ૬૧
૨૭ રૂપેરી ચાંદની (રાસચંદ્રિકા-૧) ૬૩
૨૮ પનિહારી ચંદા (રાસચંદ્રિકા-૧) ૬૫
૨૯ ચંદાનું ગાન ૬૭
૩૦ વીજળી ૭૦
૩૧ ઉષાનું ગાન ૭૩
૩૨ ઉષા ને સંધ્યા (રાસચંદ્રિકા-૧) ૭૬
પૃથ્વીકુંજ:
૩૩ અમૃતપુરીની દેવીઓ (રાસચંદ્રિકા-૧) ૭૯
૩૪ અમરવસંત (રાસચંદ્રિકા-૧) ૮૧
૩૫ ફૂલવાડીનો મોરલો (રાસચંદ્રિકા-૧) ૮૩
૩૬ કોયલ બહેનાં (પ્રકાશિકા) ૮૫
૩૭ લજામણીની વેલી -(રાસચંદ્રિકા-૧) ૮૮
૩૮ પોયણી ૯૦
૩૯ ચાંદલિયા ! ફર તો જરા રે! -(રાસચંદ્રિકા-૧) ૯૨
૪૦ કમળતલાવડીનો હંસલો (કલ્યાણિકા) ૯૪
૪૧ પંખીડું (રાસચંદ્રિકા-૧) ૯૬
૪૨ કિરણ (રાસચંદ્રિકા-૧) ૯૮

પર્વોત્સવ: પૃષ્ઠ
૪૩ પધરામણી ... ૧૦૩
૪૪ દીવાળી (સંદેશિકા) ૧૦૫
૪૫ નવા વર્ષનાં હાસ્ય (સંદેશિકા) ૧૦૭
૪૬ નવરાજનાં વધામણાં (પ્રકાશિકા) ૧૦૮
૪૭ વર્ષ મુબારક ૧૧૧
૪૮ ગુજરાતની લીલા (કલ્યાણિકા) ૧૧૨
૪૯ હજાર માસની રીત ... ૧૧૪
હાલરડાં:
૫૦ પોઢામણું (વિલાસિકા) ૧૧૯
૫૧ હાલરડું (પ્રકાશિકા) ૧૨૧
૫૨ હાલીગોરી (પ્રકાશિકા) ૧૨૩
૫૩ પારણું (સંદેશિકા) ૧૨૫
૫૪ ઝૂલણું (સંદેશિકા) ૧૨૬
૫૫ નિદ્રાણીનું ગાન ... ૧૨૮
ગૃહમંડપ:
૫૬ બાળકાનુડો - (રાસચંદ્રિકા-૧) ૧૩૧
૫૭ મારી બહેની - (સંદેશિકા) ૧૩૩
૫૮ બહેનને આંગણે - (પ્રકાશિકા) ૧૩૫
૫૯ ભાઇબીજ - (રાસચંદ્રિકા-૧) ૧૩૭
૬૦ રક્ષાબંધન ... ૧૩૯
૬૧ બાપુજી ... ૧૪૨
ગોપકુંજ: પૃષ્ઠ
૬૨ બંસરી (પ્રકાશિકા) ૧૪૭
૬૩ ગોવાળિયો ... ૧૪૯

૬૪ ગોપિકા (પ્રકાશિકા) ૧૫૧
૬૫ વહાલમની વાંસળી (રાસચંદ્રિકા-૧) ૧૫૩
૬૬ મટુકીમાં કાનુડો (રાસચંદ્રિકા-૧) ૧૫૫
૬૭ મહિયારી (સંદેશિકા) ૧૫૭
૬૮ ગોરસ (રાસચંદ્રિકા-૧) ૧૫૮
૬૯ દાણ ... ૧૬૦
૭૦ દૂધડાં દોહતી - (સંદેશિકા) ૧૬૨
૭૧ સવારમાં જળ ભરવા (રાસચંદ્રિકા-૧) ૧૬૪
૭૨ કૂવાને કાંઠડે - (રાસચંદ્રિકા-૧) ૧૬૫
પ્રણયરંગ:
૭૩ વસંતના ભણકા - (સંદેશિકા) ૧૬૯
૭૪ ફૂલડાંની છાબ ૧૭૧
૭૫ પ્રાણનાં લહેણાં (રાસચંદ્રિકા-૧) ૧૭૩
૭૬ વહાલની વેણું (પ્રકાશિકા) ૧૭૫
૭૭ બોલનાં બાણ (રાસચંદ્રિકા-૧) ૧૭૭
૭૮ વણમૂલાં વેચાણ (રાસચંદ્રિકા-૧) ૧૭૯
૭૯ રઢ (રાસચંદ્રિકા-૧) ૧૮૧
૮૦ હ્રદયસુધા (રાસચંદ્રિકા-૧) ૧૮૩
૮૧ ઉગમતા દેશની પંખીણી (રાસચંદ્રિકા-૧) ૧૮૫
૮૨ દિલનાં દાણ (રાસચંદ્રિકા-૧) ૧૮૭
દાંપત્ય:
૮૩ ગુલાબ ને ચંબેલી (રાસચંદ્રિકા-૧) ૧૯૧
૮૪ પ્રેમમંદિર (વિલાસિકા) ૧૯૨
૮૫ સ્નેહીને (સંદેશિકા) ૧૯૪
૮૬ ફૂલડાં (પ્રકાશિકા) ૧૯૬

૮૭ દિવ્ય રથ (પ્રકાશિકા) ૧૯૮
૮૮ નથનું મોતી (રાસચંદ્રિકા-૧) ૨૦૧
૮૯ ગૃહદ્વારનાં બેલડિયાં (સંદેશિકા) ૨૦૨
૯૦ રૂપ (રાસચંદ્રિકા-૧) ૨૦૪
૯૧ અબોલા (રાસચંદ્રિકા-૧) ૨૦૬
૯૨ રૂસણાં (રાસચંદ્રિકા-૧) ૨૦૮
૯૩ હૈડાંની આગ (રાસચંદ્રિકા-૧) ૨૧૦
૯૪ હૈયાનું રાજ (રાસચંદ્રિકા-૧) ૨૧૨
૯૫ ગરાસિયો ને ગરાસિયણ (રાસચંદ્રિકા-૧) ૨૧૪
૯૬ ગુર્જરી વીરાંગના (રાસચંદ્રિકા-૧) ૨૧૫
૯૭ પગલાં (રાસચંદ્રિકા-૧) ૨૧૭
૯૮ પ્રેમદાન (સંદેશિકા) ૨૧૯
૯૯ વહાલમજીનો રાસ (રાસચંદ્રિકા-૧) ૨૨૧
૧૦૦ સંધ્યાનાં સોણલાં (રાસચંદ્રિકા-૧) ૨૨૫
૧૦૧ દાંપત્યનો વિજયકાળ (રાસચંદ્રિકા-૧) ૨૨૭
સંસારવિષાદ:
૧૦૨ વિરહિણી (સંદેશિકા) ૨૩૩
૧૦૩ વિયોગ (વિલાસિકા) ૨૩૪
૧૦૪ એકલી (રાસચંદ્રિકા-૧) ૨૩૭
૧૦૫ વિજોગણ (રાસચંદ્રિકા-૧) ૨૩૯
૧૦૬ વિજોગિની ૨૪૧
૧૦૭ સુખનાં સંભારણાં ૨૪૩
૧૦૮ ભાગ્યના પાર (રાસચંદ્રિકા-૧) ૨૪૫
૧૦૯ પ્રારબ્ધ ((રાસચંદ્રિકા-૧) ૨૪૮
૧૧૦ શું બોલું (સંદેશિકા) ૨૫૦

૧૧૧ મોતીના છોડ ૨૫૨
૧૧૨ બાળશો ના (સંદેશિકા) ૨૫૩
૧૧૩ દુઃખની દેવી (સંદેશિકા) ૨૫૫
૧૧૪ આંસુનાં પૂર (રાસચંદ્રિકા-૧) ૨૫૭
૧૧૫ વહાલીડાં ! કેમ કરીએ ? (રાસચંદ્રિકા-૧) ૨૫૯
વિસર્જન:
૧૧૬ ઊડવાં આઘાં આધાં રે (કલ્યાણિકા) ૨૬૩
૧૧૭ ઉષાવિલોપન (રાસચંદ્રિકા-૧) ૨૬૬
૧૧૮ નવચેતન (રાસચંદ્રિકા-૧) ૨૬૭
૧૧૯ આવજો, જોગીડા ! (રાસચંદ્રિકા-૧) ૨૬૯
૧૨૦ ત્રિકાલ (સંદેશિકા) ૨૭૧
૧૨૧ આજની વાત (રાસચંદ્રિકા-૧) ૨૭૨
૧૨૨ વનના પરોણા ૨૭૪
૧૨૩ વંદન ૨૭૬
૧૨૪ ભરતીનાં નીર ૨૭૮
૧૨૫ વિસર્જન ૨૮૦

રાસચંદ્રિકા
ભાગ ૧–૨ સાથે


પૂજન



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.