રાસચંદ્રિકા/વસંતના ભણકા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← સવારમાં જળ ભરવા રાસચંદ્રિકા
વસંતના ભણકા
અરદેશર ખબરદાર
ફૂલડાંની છાબ →
પાલવડો મારો મેલો, મોહનજી


<poem>

થનગન વનમાં નાચે વસંત હો ! હૈયાની કુંજ મારી હૂલે-ઝૂલે; ઊંડેરી એક તહીં બોલે કોયલડી, ડોલે અસંતડી ફૂલે-ફૂલે. થનગન૦

ઉજળા આકાશમાં ઉઘડે વસંત હો ! દિન દિન રંગ કંઈ નવલા ઝરે; રંગે રંગે મારી ચમકે આંખલડી, ઠમકે વસંતડી ધરણી પરે. થનગન૦

રસ રસ કરતી રેલે વસંત હો ! તરસી જગત અમીબિંદુ ઝીલે; હૈયે મારે ધારા કૂટે મીઠલડી; લૂંટે વસંતડી, છલકે -ખીલે. થનગન૦

ઝાડીના ઝુંડમાં હીંચે વસંત હો ! પાને પાને કાળી મીંચાઈ હસે; ઘેલી ઘેલી મારી અલગે વાતલડી, જાગે વસંતડી નસે નસે. થનગન૦

લીલા લલિત નવી લાવે વસંત હો ! ઘેરાંઘેરાં મારામ્ નયણાં ફરે, હૈયે નવલ મ્હેકે મ્હેકે રસિકડી, લ્હેકે વસંતડી શમણે સરે. થનગન૦

ઝીણું ઝીણું કંઈ ગુંજે વસંત હો ! ઊંડા ઊંડા ઉર ભણકા ઢળે; આઘે આઘે સખિ! વાજે વસંતડી, આજે વસંતડી એ શું છળે? થનગન૦