લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા

વિકિસ્રોતમાંથી
રાષ્ટ્રિકા
અરદેશર ખબરદાર
૧૯૪૦


રાષ્ટ્રિકા
રાષ્ટ્રિકા


રા ષ્ટ્રિ કા

અરદેશર ફરામજી ખબરદાર









અઢી રૂપિયા

એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની

પ્રિન્સેસ સ્ટ્રીટ  : મુંબઈ


શ્રી. ખબરદારનાં અન્ય સર્જનો

ભક્ત હૃદયની આરઝૂ અને તત્ત્વચિંતનના ગામ્ભીર્યથી તરબોળ સુગેય લોકપ્રિય ઢાળોમાં રચાયેલાં ભાવવાહી કાવ્યો અને ભજનોનો તદ્દન નવો સંગ્રહ, ટિપ્પણ સાથે

રૂ. બે

ગુજરાતી કવિતાની રચનાકળા

મુંબઈ યુનિવર્સિટી તરફથી ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન- માળામાં અપાયેલાં પાંચ અભ્યાસ- પૂર્ણ વ્યાખ્યાનો. છપાય છે.


ગરવી ગુજરાતણને કંઠે રમી રહેલા ગરબા ને રાસોનો સંગ્રહ ભાગ ૧-૨ સાથે. છપાય છે.


ત્રિ પા ઠી
બુકસેલર્સ
મુંબઇ


કવિશ્રી અરદેશર ફ. ખબરદારનાં પુસ્તકો

ગુજરાતીમાં
૧ કાવ્યરસિકા કિંમત રૂા. ૧–૮–૦ ( પૃ. ૧૮૮)
૨ વિલાસિકા ૧–૮–૦ ( ” ૨૦૦)
૩ પ્રકાશિકા ૧–૪–૦ ( ” ૧૮૨)
૪ મલબારીનાં કાવ્યરત્નો ૩–૦–૦ ( ” ૪૫૦)
૫ ભારતનો ટંકાર (બીજી આવૃત્તિ) ૧–૦–૦ ( ” ૯૦)
૬ સંદેશિકા ૧–૦–૦ ( ” ૧૮૮)
૭ કલિકા ૨–૦–૦ ( ” ૨૬૦)
૮ ભજનિકા ૧–૪–૦ ( ” ૧૬૦)
૯ રાસચંદ્રિકા, ભાગ ૧ લો, (ઊંચા કાગળ) ૦–૧૪–૦ ( ” ૧૨૦)
ગીલ્ટ પૂઠું ૧–૪–૦ ( ” ૧૨૦)
૧૦ દર્શનિકા (બીજી આવૃત્તિ) ૩–૦–૦ ( ” ૪૪૦)
૧૧ પ્રભાતનો તપસ્વી અને કુકુટદીક્ષા (બીજી આવૃત્તિ) ૦–૮–૦ ( ” ૭૦)
૧૨ કલ્યાણિકા ૨–૦–૦ ( ” ૧૭૬)
૧૩ રાષ્ટ્રિકા ૨–૮–૦ ( ” ૨૪૮)
અંગ્રેજીમાં
૧૪ The Silken Tassel ૨–૮–૦ ( ” ૧૩૬)

હવે પછી છપાશે

૧૫ રાસચંદ્રિકા, બંને ભાગ સાથે
૧૬ પ્રભાતગમન ( વર્ણન કાવ્ય )
૧૭ કેટલાંક પ્રતિકાવ્યો
૧૮ લખેગીતા
૧૯ ગુજરાતી કવિતા અને
અપદ્યાગદ્ય
૨૦ ગુજરાતી કવિતાની રચનાકળા
( મુંબઇ યુનિવર્સિટી તરફથી )

૨૧ મનુરાજ નાટક (અખંડ પદ્યમાં)
૨૨ અમરદેવી નાટક
૨૩ યુગરાજ મહાકાવ્ય
૨૪ ગદ્યસંગ્રહ
૨૫ Leaf and Flower
૨૬ The Rest-House of
the Spirit



રા ષ્ટ્રિ કા





અરદેશર ફરામજી ખબરદાર






અઢી રૂપિયા





એન. એમ. ત્રિપાઠી એન્ડ કંપની

બુકસેલર્સ • પબ્લીશર્સ
પ્રિન્સેસ સ્ટ્રીટ,
મુંબઈ


પ્રસ્તાવના

માનવજાતિને વતન માટેનું વહાલ તેનામાં અનેરા ગુણ પ્રગટાવે છે. વતન માટેને પ્રેમ એ માત્ર પ્રભુપ્રેમથી જ ઊતરતો છે. પ્રભુપ્રેમની પવિત્રતા અને અગાધતા જેના આત્મામાં જાગી છે તેને વિશ્વબંધુત્વની ભાવના સહેજે આકર્ષે છે. લાખ વર્ષનું માનવજીવન થયા છતાં એ મહાભાવના હજી ભાવના જ રહી છે, અને માનવની જુદી જુદી જાતિઓના તથા જુદા જુદા દેશોના લોકો વચ્ચે પ્રભુપ્રેમનો બંધુદોરો રહેલો છે તે સત્તાનાં, અભિમાનનાં, પોતાની ઉચ્ચતાના વિચારનાં, માનભંગનાં કે ‘જર જમીન ને જોરૂ’નાં કારણોને લીધે થતી અથડામણથી અને યુદ્ધના ઘોર ભાવથી તૂટી જાય છે. એવી વેળાએ તમામ પ્રાણીઓની જૂથભાવનાને લીધે સામસામા દેશના વતનીઓમાં પોતપોતાના વતનનો ખાસ પ્રેમ ઊભરી નીકળે છે, અને એ વતનના બચાવને માટે તે પ્રાણીની પ્રેરણાથી પરસ્પર લડી લે છે. પ્રકૃતિમાં પણ વખતોવખત તુમુલ ઉત્પાતો જન્મે છે તે અનેક રીતની પાયમાલી કરી જાય છે, પણ આખરે તો પાછી શાંતિ જ જામે છે, ને પછી ઊંડી દૃષ્ટિથી જોતાં આપણને જણાય છે કે આ પાયમાલી પણ સકારણ હતી, અને એથી કુદરતમાં વિશેષ સ્વચ્છતા અને નવા જીવનનો ઉદ્‌ભવ થવા પામ્યો હતો. માનવ પણ કુદરતમાં જ સમાઈ જતો હોવાથી તેને પણ એ જ નિયમ લાગુ પડે છે. જગતના ઇતિહાસનું સૂક્ષ્મ અવલોકન કરતાં તે એમજ પરિણમે છે કે યુદ્ધ જ પ્રગતિનો સત્ય પાયો છે.

વ્યક્તિપ્રેમ, કુટુંબપ્રેમ, જાતિપ્રેમ, ધર્મપ્રેમ, એમ પ્રેમનાં વર્તુલોના પ્રદેશ વિસ્તાર પામતાં વતનપ્રેમ ઉદ્‌ભવ પામે છે. જે વતનની મટ્ટીમાંથી જન્મ લઇને, જેનાં અન્નપાણીથી પોષણ પામીને, જેની હવા પ્રતિપળ દમમાં ભરીને આપણે જીવીએ છીએ, જેનાં નદીનાળાં, પહાડ, તળાવ, ખેતરો, વૃક્ષો, ફૂલો વગેરેની લીલા આપણી આંખોને ઠારે છે ને હૃદયને અનેરો આનંદ આપે છે, જેના એવા વાતાવરણમાં આપણા બાલ્યકાળના ખેલો

ખેલાયા હતા અને સ્વપ્નાં સેવાયાં હતાં, તે વતન—ને પ્રાણપ્રિય મોંઘા વતનને આપણે કેમ ભૂલી શકીએ કે તેની સેવાની ઘડીએ કેવી રીતે પાછીપાની કરીએ? ગમે તેવા દૂરના દેશોમાં પણ એ કેવળ અજાણ્યા પણ હમવતનીઓ અચાનક મળી જાય તેવી વેળાએ એ વતનપ્રેમ કેવા ઊભરી નીકળે છે, તે તો જેને અનુભવ મળ્યા હોય તેજ જાણે. વતનના સ્મરણનું એવું મહા આકર્ષણ છે. એ વતનપ્રેમ માનવજાતિના ઉત્કર્ષમાં ને તેની પ્રગતિમાં મોટો ભાગ ભજવે છે.

અને સામાન્ય વ્યવહારુ માણસને આ વતનપ્રેમ અદ્‌ભુત અને શૌર્ય ભર્યાં કાર્યો કરવા પ્રેરી શકે, તો કવિ જે ભાવ અને પ્રેમનો અમીરી ભડાર છે, તે કેવી રીતે એ વતનપ્રેમના ગાઢ ભાવને દાબી કે અવગણી શકે? જે પોતાના હજારો કે લાખો વતનબંધુઓના અનેક ભાવોને પોતાની કલ્પનામય વાણીના રસમાં બોળીને વ્યક્ત કરે છે અને એ જનબંધુઓની પોતે જાણે જીભ બને છે, તે કવિ શું પોતાના વતનપ્રેમને વાણીમાં અવકાશ આપતાં કોઇની પણુ શેહમાં દબાઈ શકશે? જે ટીકાકારો પોતાના અજ્ઞાનથી, દેખાદેખીથી કે કોઇ સ્વાર્થને લીધે એમ કહેવા નીકળે કે ભક્તિની એટલે પ્રભુપ્રેમની અને રાષ્ટ્રપ્રેમની એટલે વતનપ્રેમની કવિતા તો નીચી કોટિની ગણાય, તેને કવિતાના વિષયની કશી ખબર જ નથી. કવિ તો ભાવ અને કલ્પનાનો અમીરી માલેક છે, તેને આવાં મિથ્યા વચનો ને અભિપ્રાયોથી કદી કોઈ સંકુચિત વર્તુલમાં બાંધી શકાય નહીં. કવિને ભંગડી પર કે ભીખારણ પર, જોડા પર કે ગોટલા પર, ધૂળ પર કે કાદવ પર સ્ફુરણા ઊઠે, ભાવ જામે અને તે કવિતા લખે તે કવિતા ગણાય, અને પ્રભુપ્રેમ પર કે વતન- પ્રેમ પર તેની કલ્પના જાગે ને ઊંડા ભાવની રેલ રેલાવે, અને તે રેલ તેના બંધુઓના હૃદયને પણ રસથી ને તીવ્ર ભાવથી ભરી દે, તે ‘કવિતા’ નહીં, અથવા તો તે નીચી કોટિની કવિતા કહેવાય, એવા અધમ અભિપ્રાયો અને મતમતાંતરો સાહિત્યની આનંદમય વાડીમાં ધૂળ જ ઉડાડે છે. કવિને તો એવા અધમ અભિપ્રાયો કોઇ રીતે નડતા નથી. તેની કૃતિની સાર્થકતા

તો તે કૃતિને તેના રસિક જનબંધુઓ સ્નેહથી પોતાના હૃદયમાં સ્થાન આપે છે તેમાં જ સ્પષ્ટ થાય છે. નવે રસનો ધણી તે રસિયો કવિ વીર પણ છે. જીવનના કોઈ પણ જાતના યુદ્ધમાં વીર આગળ ધસીને જેવો વિજય મેળવે છે, તેવો જ —બલ્કે તેથી વધુ—વિજય પોતાની કવિતાવાણીના સામર્થ્યથી પોતાના લાખો વતનબંધુમાં વીરતાનો ઉદ્રેક જન્માવી પોતાના વતનના વિજય માટે તે સૌને આગળ ધસવા પ્રેરીને કવિ પણ મેળવે છે. અંગ્રેજ કવિ ટેનિસને કહ્યું છે તેમ

The Song that nerves a nation's heart Is in itself a deed,

એટલે જે ગીત— જે કવિતા પ્રજાના હૃદયમાં બળ પૂરે છે તે પણ એક પુરુષાર્થ જ છે, વીરકાર્ય છે. જગતની બધી પ્રજાઓમાં પોતપોતાના વતન- પ્રેમનાં કાવ્યો ને ગીતો તેમના અમૂલ્ય ધન તરીકે સચવાઈ રહેલાં છે, અને એવાં ગીતો ને કાવ્યો હજી લખાયે જ જાય છે ને તેની સચોટતા પ્રમાણે આવકારાય છે.

વતનપ્રેમને લગતાં શૌર્યનાં, વિજયનાં ગીતો ને કાવ્યો આપણા પ્રાંતમાં આપણા ભાટચારણાની જીભે રમતી જીવતી સરસ્વતીએ વંશપરપરા સજીવન રાખેલાં છે, ને તે હજી રાજદરબારોમાં ને મેળાવડાઓમાં છટાથી ગવાય છે. પણ દેશપ્રેમને લગતાં અનેક વ્યવસ્થિત ગીતો આપણી કવિતામાં પ્રથમ આપણા વીર કવિ નર્મદે જ લખ્યાં છે અને તેની પછી ડૉ. હરિ હર્ષદ ધ્રુવે પણ લખ્યાં છે. આજે તો ઇસુની આ સદીના પ્રારંભથી લખાયેલાં એવાં ગીતોનો ઘણો સારો સંગ્રહ આપણી કવિતામાં મોજૂદ છે.

મારી કવિતારચનાના પ્રારંભકાળથી જ આ રાષ્ટ્રકાવ્યોની પ્રેરણા મને થતી આવી છે, ને વખત જતાં તે સારી પેઠે ફૂલીને ફાલી છે. આ સદીના છેક પ્રારંભના વર્ષ ૧૯૦૧ થી લખાયેલાં ને જાહેરમાં ગવાયેલાં ને પછી લોકપ્રિય થયેલાં અનેક કાવ્યો આ “રાષ્ટ્રિકા”ના સગ્રહમાં મુકાયેલાં છે.

ઇ. સ. ૧૯૧૪ થી ૧૯૧૮ સુધીમાં લખાયેલાં તે વેળાના મહાયુદ્ધથી ઘેરાયેલાં એક જ શ્રેણીનાં રાષ્ટ્રકાવ્યો સને ૧૯૧૯ માં “ભારતનો ટંકાર”ને નામે પ્રગટ થયાં હતાં, અને તેને આજ સુધી ગુજરાતે સ્નેહથી પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે. મારાં કાવ્યોના બીજા સંગ્રહોમાં—“વિલાસિકા”, “પ્રકાશિકા” અને “સંદેશિકા”માં તેમજ અન્યત્ર સામયિકોમાં પ્રસંગે પ્રસંગે મારાં જે રાષ્ટ્રકાવ્યો પ્રગટ થયાં હતાં, તે બધાં એક જ સંગ્રહમાં એકઠાં કરીને છપાવવાની સૂચના મને અનેક ઠેકાણથી થઈ છે, જેથી “ભારતનો ટંકાર”માં અને આ બીજા સંગ્રહમાં મળીને મારાં બધાં રાષ્ટ્રકાવ્યો એક સાથે વાંચવાનાં મળી શકે. એ સૂચનાને માન આપી સને ૧૯૦૧ થી આજ સુધીમાં લખાયેલાં મારાં બધાં રાષ્ટ્રકાવ્યો–“ભારતનો ટંકાર” સિવાયનાં આ નવા સંગ્રહ “રાષ્ટ્રિકા”માં હું પ્રગટ કરું છું. ગુજરાતને ચરણે મૂકેલાં આ કાવ્યોમાંથી થોડાંક પણ તેની પ્રીતિ પામી શકશે તો મારો વતનપ્રેમ પ્રફુલ્લ હૃદયે આનંદ જ પામશે.

આ સંગ્રહમાં મારી વીસ વર્ષની ઉંમરથી હમણા સુધી લખાયેલાં લગભગ તમામ કાવ્યો લેવાયેલાં છે. મારી કવિતાવાણીનો વિકાસ ધીમે ધીમે કેવી રીતે થયો તેનો સુમાર પણ આ સંગ્રહમાંથી વાચકને સારી રીતે મળશે. જે જમાનામાં દેશપ્રેમના નામ માત્રથી સરકારી અમલદારો ભડકતા હતા, અને જે પ્રેમને દર્શાવતી ફૂંક માત્રથી અનેરા ભય ઊભા થતા હતા, તે જમાનામાં આ સંગ્રહમાંનાં આ સદીના પ્રારંભમાં લખાયેલાં પ્રમાણમાં નિર્બળ કાવ્યો હું પ્રગટ પણ કરી શક્યો ન હતો. કેટલાક માનનીય રાજદ્વારી મિત્રોની સલાહથી “વિલાસિકા”ના સંગ્રહમાં છપાયેલાં પણ કેટલાંકને પાછાં કાઢી નાખવા પડ્યાં હતાં ! આજે જમાનો બદલાયો છે, અને દેશપ્રેમ જ્યાં સુધી તે પવિત્ર અને સંયમી હોય ત્યાં સુધી તેને દર્શાવવામાં કશો ગુનાહ નથી, એમ આપણી સરકારે પણ સ્વીકાર્યું છે.

મારાં જુદાં જુદાં પુસ્તકોમાં છપાઈ ગયેલાં કે સામયિકોમાં પ્રગટ થયેલાં આમાંનાં કાવ્યોમાં મેં નવી “જોડણીકોશ”ની જોડણી ધારણ કરેલી છે, ને

તેને અંગે કે અન્ય કારણે મેં કાવ્યોમાં અહીંતહીં સુધારા કીધેલા છે. આ સુધારાને અંતિમના માનીને હવે પછી એમાંનાં કાવ્યો મારી કે મારા પ્રકાશકની રજાથી કાઇ છાપે યા પાઠ્યપુસ્તકમાં લે, તો તે એ નવા સુધારા પ્રમાણે જ પ્રગટ કરે એવી વિનંતિ છે.

ભારતદેશનો પ્રાણ આજે પોતાનું ચેતન અનેક દિશામાં ઠીક ઝળહળાવી રહ્યો છે, તે તેની પ્રગતિ ચામેર થઈ રહી છે, તેમાં આપણા વહાલા વતન ગુજરાતે જેવો તેવો હિસ્સો આપ્યો નથી. એ હિસ્સાનો કંઈક ઇતિહાસ આ “રાષ્ટ્રિકા”માંનાં ગીતોથી સહજ જડી આવશે, અને મારી ગુજરાતનું શિર ભારતમાં તે દુનિયામાં ઊંચુ રાખશે. ગુજરાતના કવિનું જીવન ગુજરાતની વૃદ્ધિનાં ગીત ગાતું ગાતું વિરમી નય એમાં જ તેની ધન્યતા છે. સમષ્ટિના શ્રેયમાં વ્યક્તિનું શ્રેય પણ સમાઈજ નય છે. મારી શ્રદ્ધા છે કે ભારતવર્ષની અનેક પ્રાંતભાષાઓનાં દેશપ્રેમનાં ને શૌર્યનાં ગીતોમાં ગુજરાતનાં આ ગીતો પાછળ તો નહીં જ પડે. ગુજરાતનું ધગધગતુ હૈયું આ ગીતોમાં સદા ધડકતું રહે, અને ગુજરાતનું ગૌરવ, ગુજરાતનું વીર્ય, ગુજરાતનો સંયમ જગતભરમાં પ્રકાશ પામો, એજ મારી અંતિમ ઇચ્છા અને પ્રાર્થના છે ! તથાસ્તુ !

અરદેશર ફરામજી ખબરદાર

૭૮૮, પારસી કૉલોની,
દાદર, મુંબઈ
તા○ ૯-૧૨-૧૯૪૦

પૃષ્ઠ
અંજલિ ગીતો :
હિંદના દાદાનું સ્વદેશાગમન ૬૫
સર ફિરોજશાહ મહેતાનો વિજય ૬૯
એક સ્મરણ (સ્વ. કેખુશરો ન. કાબરાજી) ૭૦
મલબારીના સ્વર્ગસ્થ આત્માને ૭૨
મહાત્મા ગાંધીને ચરણે ૭૪
વિધિની વાટે ૮૦
એ ગાંધી સંતસુજાણ ૮૨
સ્વામી શ્રદ્ધાનંદ ૮૭
સ્વ. જાલભાઈ દો. ભરડાના પુણ્યસ્મરણને ૮૯
કવિ નર્મદનું મંદિર ૯૨
કવિ નર્મદની શતાબ્દી ૯૪
ગુર્જરીનો અશ્રુપ્રવાહ (સ્વ. ગો. મા. ત્રિપાઠી) ૧૦૧
મટુભાઈ હ. કાંટાવાળા ૧૦૮
ઇલ્મમક્કાનો હાજી ૧૧૨
કાન્તનું સ્વર્ગપ્રયાણ ૧૧૪
કલાપીની જયંતી ૧૧૯
કવિશ્રી નાનાલાલનો જન્મસુવર્ણ મહોત્સવ ૧૨૦
ભારતપુત્રોનાં ગીતો:
અમારો દેશ ૧૨૫
સિંહવીર ૧૨૮
ભરતભૂમિનું જયગીત ૧૩૧
દેશભક્તની યાચના ૧૩૪
ભારતનો ઝંડો ૧૩૬

સૂચિ

( પ્રથમ પંક્તિઓની )

અમર તું મરણે રે ધન્ય શ્રદ્ધાનંદ સ્વામી ! ૮૭
અમે આ હિન્દના વાસી ! ૧૪૭
અમે ભરતભૂમિના પુત્રો ! અમ માત પુરાણ પવિત્ર ૧૨૫
અમે સિંહણનાં સંતાન ૧૨૮
અમો રણબાયલા પૂરા ! ૧૪૩
અલાઉદિન ખિલજી જવ આવ્યો ૪૯
અહીં કોણ ડરાવે આજે? અમે છઇએ ભારત વીર ૧૩૬
અંગના ! વીરાંગના ! કર્મદેવી વીરાંગના ! ૪૫
અંધારાના ગઢ ભેદીને આવ્યું એક કિરણ અણમોલ ૮૨
૧૦ આજ પડી મુજ હિન્દ હ્યાં માંદી ૧૫૦
૧૧ આ દિવ્ય ગાન ગવાય ક્યાં? આ પુષ્પવૃષ્ટિ થાય ક્યાં ? ૬૫
૧૨ આવો રે આવો રે મોંઘાં ભારત ભાંડુડાં સર્વે ૧૫૭
૧૩ આ શી દશા રે દેશની ?― જો ઊકળે છે ઉર ૧૪૧
૧૪ ઊઠે દેશી ઊઠો સર્વે, હવે નિદ્રાથી જાગો રે ૧૫૫
૧૫ ઊભાં ઊંચાં ગહન ગજશાં વૃક્ષ ગંભીર ડોલે ૧૦૧
૧૬ એક વાર મરી ફીટો, ભૈયા, એક વાર મરી ફીટો ૧૯૨
૧૭ એ ટાણે ગુજરાતે રહેવું કેવું છે રૂડું ૧૯
૧૮ કાયરાની નાર શું ગણાઉં ? ઊઠો સ્વામી મારા ૧૮૬
૧૯ કાળાં ઘોર ચડ્યાં જ્યાં વાદળ વાદળ ઘેરી અંતર ને આકાશ ૨૮
૨૦ કેમ તને જીવવું ભાવે, હો જવાંમર્દ ભારતના ! ૧૭૭
૨૧ કેમ તને હું ભૂલું? તારું સ્મરણ સદા અણમૂલું ૧૩
૨૨ કોણ કહેશે, નથી આ અમારી ગુજરાત ?

૨૩ ક્યાં ગયો કલાપી રાજવી, ગુર્જર જનનો ઉરચોર? ૧૧૯
૨૪ ખૂબ કરી જો ઇલ્મની, સોદાગરી હાજી ગયો ૧૧૨
૨૫ ગરવી ગુજરાત ! અહા મુજ જન્મભૂમિ ! ૧૮
૨૬ ગાઢ થયાં અંધારાં, વીરો ! તારા જાય ઝુમાઈ ૧૮૮
૨૭ ગાંધર્વ આવો ગગનના ! સૂર તમ સુરસદનના ૭૪
૨૮ ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત
૨૯ ગુણીયલ હો ગુજરાત ! અમી તારી આંખડીએ રે
૩૦ ગુર્જરીના કવિકોકિલ નાનાલાલ હો ! ૧૨૦
૩૧ ચલ ચલ, શૂરા રણબંકા હો ! ૨૨૦
૩૨ જય જગરાયા ! ખૂબી તુજ ન્યારી, ૧૫૨
૩૩ જયજય મારા ગુર્જર વીરો ! ૨૨
૩૪ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ૩૨
૩૫ જ્યોતિ, જ્યેાતિ, જ્યોતિ, જ્યોતિ, તેની જ્યોતિ ચાલી જાય ૧૯૮
૩૬ ઝૂરી ઝૂરી હવે ક્યાં સુધી જોવું? ૧૪૫
૩૭ તનમનધન તમ અર્પણ કરવા ગુર્જરજન સહુ ચાલો ! ૨૧૮
૩૮ તારું ભાવિ સૂતરને તાર લટકે, ભારતવાસી ૧૯૦
૩૯ તારું સ્વપ્ન ન કો દે ભૂંસી રે! હો રણરઢિયાળા ! ૧૮૦
૪૦ થંભી જા રે માત ! ઘડીભર થંભી જા રે માત ! ૨૦૫
૪૧ થંભો, થંભો ! રવિ, શશી, તારા, સુરવર, મુનિવર, થંભો ! ૨૧૬
૪૨ દુઃખમાં શરા રે, હો ગુજરાતી વીરા ! ૧૯૩
૪૩ દુખિયારાંના બેલી રે, પાંગળિયાંની પાંખડી ! ૭૨
૪૪ દેવાસુર સંગ્રામ, આ તે દેવાસુર સંગ્રામ ! ૨૦૭
૪૫ દેવી ! દીસે શાં નવચેતન તારી આંખમાં રે ! ૧૬૫
૪૬ દેવી ! ધસો અમ સંગમાં ! ભરી દો અનલ અમ અંગમાં ૫૮
૪૭ ધાજો ધાજો સૌ વીરને ઘાટ રે, વહાલાં, બાપુજી લે વિધિવાટ ! ૮૦
૪૮ પોહ ફાટ્યો ને ફૂટ્યા ધોધવા રે ૧૦૮

૪૯ ફૂં ફૂં વાતા વાયરા ને આભે ઊડતી ધૂળ ૨૧૧
૫૦ બહુ વેળ અહીં તુજ પાસ જ બેસી રહી ૧૭૦
૫૧ ભડ ભારતવીર ફિરોઝ ! સ્વતંત્ર સખે! ૬૯
ભર આકાશે વાદળ છાયાં ૧૮૨
૫૩ ભરતભૂમિના શૂર પુત્ર તે રહ્યા અમે શું રડી રડી ? ૧૩૧
૫૪ ભરભર મારું ખપ્પર, ભૈયા ! હા ભારતના વાસી ! ૧૬૩
૫૫ ભારતના હો વીર કુમારો ! ૧૯૫
૫૬ ભારતબંધુ ! અહો ભડવીરો ! ૨૧૩
૫૭ મારા લાખેણા વીર મરાય, બ્રીટન ! તારી છાતી શેં પથ્થર થાય ? ૨૦૯
૫૮ મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૮૯
૫૯ રવિ અસ્ત થયો નભમાં ઘનઘોર કરી ૭૦
૬૦ રાજપુત્ર હું છું ત્યાં શો યુદ્ધનો ભય રાખવો? ૫૩
૬૧ વિજયડંકા કરો આજે, મળ્યા સહુ હિન્દના જાયા ! ૧૫૩
૬૨ વીર નર્મદ ! તું જગમાં લડી જંગ ગયો ૯૨
૬૩ વીરા ! ચાલો ઝટ રણમાં, કાઢો તાતી તલવાર ! ૩૭
૬૪ સુરકન્યા જેવી મારી ગુજરાત સોહામણી રે ૧૬
૬૫ સો સો વર્ષ તણાં કંઇ વહાણાં વાયાં તુજ પર, હો ગુજરાત ! ૯૪
૬૬ સ્વાધીનતાની હો દેવી ! હો માનવની મહદાશ ! ૧૭૧
૬૭ સ્વામીના સેવક વહાલા, હો ગુર્જરીના મણિકાન્ત ૧૧૪
૬૮ હે બહાદુર ને મર્દાની ભારત ભૈયા નરવીર ! ૨૨૨
૬૯ હે યૌવના ગગનસુંદરી શુક્રતારા ! ૧૬૭
૭૦ હો ભરતભૂમિના પહાડો ! તમ શિર પૂગ્યાં આકાશ ! ૧૩૪
૭૧ હો મારી ગુજરાત ! તુજને કાણ ન ચા’શે ગર્વે ? ૧૦
૭૨ હો મા, હો મા, કોણ તને આ આજે સાદ ન આપે ? ૨૦૩

શુદ્ધિપત્ર

પૃષ્ઠ કવિતાની
લીંટી
અશુદ્ધ શુદ્ધ
૧૭ ૧૦ સા સૌ
૧૯ ૧૫ : !
૩૭ મથાળું * એ નહીં જોઈએ.
૩૯ ૧૨ વિરામ ચિહ્‌ન નથી !
૨૦ !
૪૮ ૧૧ !
૨૦ !
૬૫ શં શેં
૬૬ ૧૭ ફાલયે ફલિયે
૭૮ શત્ર શત્રુ
૮૦ ૧૩ તે લે
૫૨ છંદનું નામ અગ્નિશખા અગ્નિશિખા
૯૭ વિરામ ચિહ્‌ન નથી !
૧૧૭ ૧૪ વિભુઉરમા વિભુઉરમાં
૧૩૨ વળી (એ નહીં જોઈએ
છેકી નાખો)
૧૭૭ ૧૨ હાયા હાર્યા
૨૧૯ હિદુ હિંદુ

શ્રી ખબરદારના અન્ય સર્જનો
ભારતનો ટંકાર

આઝાદી અને અસ્મિતા, શૌર્ય અને સ્વાધીનતાનાં કરુણ ને વીર રસથી છલકાતાં, જાગૃતિ, જોમ અને ઝંખનાથી ઝળહળતાં પ્રથમ પક્તિનાં રાષ્ટ્રિય ગીતોનો સંગ્રહ. બીજી આવૃત્તિ. રૂ. એક

પ્રભાતનો તપસ્વી
અને
કુ ક્કુ ટ દી ક્ષા

શ્રી. ન્હાનાલાલ કવિની અપદ્યા- ગદ્ય શૈલીમાં ‘મોટાલાલ’ના ઉપ- નામથી પ્રગટ થયેલાં સાહિત્ય જગતમાં ભારે ખળભળાટ અને કૌતુક જગાડનાર બે પ્રતિકાવ્યો બીજી આવૃત્તિ. આઠ આના

૧૯૪૧ માં છપાશે
ભજનિકા
ભક્તિ નીતરતાં પદો અને ભજનો
બીજી આવૃત્તિ


ત્રિ પા ઠી

બુકસેલર્સ

મુંબઈ

શ્રી ખબરદાર કૃત
દર્શનિકા

જીવનનાં ગૂઢ રહસ્યો સમજાવતું આધ્યાત્મિક તત્વચિંતનથી તરબોળ સરળ શૈલી અને પ્રવાહી છન્દવડે ઊર્મિ અને અર્થનો સમન્વય સાધતું ૬૦૦૦ પક્તિનું સળગ કાવ્ય

સુધારેલી નવી આવૃત્તિ


રૂ. ત્રણ
ત્રિ પા ઠી
બુકસેલર્સ
મુંબઈ

કુરુક્ષેત્ર
મહાકાવ્ય
કાંડ ૧ થી ૧૨ : સમ્પૂર્ણ

લાક્ષણિક અપદ્યાગદ્ય લેખનશૈલીમાં લખાયેલું સંસ્કૃતિનો પ્રાણવાન પરિચય આપતું પ્રેરક વીરકાવ્ય : ભાવવાહી અર્પણ અને ચિંતન અને અભ્યાસના પરિપાક રૂપ અર્થગંભીર પ્રસ્તાવના ઉપોદ્‌ઘાત અને

ઉપસંહાર સહિત
શ્રી. ન્હાનાલાલ દલપતરામ કવિ
સુંદર પાકું પૂઠું: ૮૭૦ પાનાં
દશ રૂપિયા


આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.

 



અરદેશર ફરામજી ખબરદાર

વિ. સં. ૧૯૯૭ ઇ. સ. ૧૯૪૦

</poem>

અનુક્રમણિકા

[ફેરફાર કરો]

ગુજરાતનાં ગીતો :

કથાનક ગીતો:

અંજલિ ગીતો:

ભારતપુત્રોનાં ગીતો:

દેશદશાનાં ગીતો:

પ્રોત્સાહનનાં ગીતો:

કર્તવ્યનાં ગીતો:

સંગ્રામનાં ગીતો:


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.