લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/સર ફિરોજશાહ મહેતાનો વિજય

વિકિસ્રોતમાંથી
← હિંદના દાદાનું સ્વદેશાગમન રાષ્ટ્રિકા
સર ફિરોજશાહ મહેતાનો વિજય
અરદેશર ખબરદાર
એક સ્મરણ (સ્વ. કેખુશરો ન. કાબરાજી) →
ધ્વનિત



સર ફિરોજશાહ મહેતાનો વિજય


ધ્વનિત

ભડ ભારતવીર ફિરોઝ ! સ્વતંત્ર સખે !
નર સિંહ સમાજતણા રણશૂરા ખરા !
તુજ ગર્જનથી ગગડાવી ધ્રુજાવી ધરા
જગવ્યા અમને ધસવા સ્વભૂમિપડખે.

તુજ કીર્તીરવિ તમ [] ડૂબાવવા હરખે
કંઇ દેશાતણા અરિ [] જે કૂદતા જબરા,
ધૂળમાં સહુ તે ગ્રથી કંટકના ગજરા
તુજ તેજપ્રતાપ વિષે બની અંધ ધખે !

ગુણ[] ભારતબાંધવમાળતણા [] વિરલા !
તુજ શબ્દ સમુદ્રતરંગ સામા ગરજે;
તુજા ઉજ્જવલ, ધૈર્યપ્રતાપી સ્વરાજ્યકલા

પ્રિય દેશબંધુતણાં ઉરમાં ભરજે;
અમ આશાધરાક્ષિતિજે સૌપ્રભા સફલા,
વીર ધન્ય ફિરોઝ ! સદા ઊગતી ધારાજે !


  1. અંધારામાં. સપ્તમીનો પ્રત્યય લુપ્ત છે
  2. શત્રુ. ઇ.સ. ૧૯૦૬માં મુંબઇના ‘સ્થાનિક સ્વરાજ્ય’માંથી સર ફિરોઝશાહને તથા બીજા દેશહિતૈષી સભાસદોને દૂર કરવા જે ‘કોકસ’ મંડળ ઊભું થયું હતું તેનો અહીં ધ્વનિ છે.
  3. દોરો
  4. હિન્દની દેશોદ્ધારક બંધુઓરૂપી માળાના