રાષ્ટ્રિકા/દેશભક્તની યાચના

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← ભરતભૂમિનું જયગીત રાષ્ટ્રિકા
દેશભક્તની યાચના
અરદેશર ખબરદાર
ભારતનો ઝંડો ૧  →
. દિવ્ય .


હો ભરતભૂમિના પહાડો !
તમ શિર પૂગ્યાં આકાશ !
તમ જેવા જગમાં બીજા
નથી ઉન્નત કો'ની પાસ !
છે પ્રૌઢ પ્રતાપ તમારો,
તમ ભવ્ય જ છે ભંડાર !
મૂજ ભરતભૂમિનો જગમાં
વરતાવો જયજયકાર ! ૧

હો ભરતભૂમિની નદીઓ !
તમ સુંદર ચિત્ર ચરિત્ર !
તમ જેવી જગમાં બીજી
નથી કોઈ પરમ પવિત્ર !
સુગભીરી, ધીરી, વીરી,
તમ પુણ્યકથા આ વાર,
મુજ ભરતભૂમિનો જગમાં
વરતાવો જયજયકાર ! ૨

હો ભરતભૂમિના પુત્રો -
મુજ દેશતણા નરરત્ન,
જે ગયા ધ્રૂજાવી ધરણી
કરીને કંઇ લાખ પ્રયત્ન !
તમ શૌર્ય અને તમ પ્રીતિ
ભરજો, વીરા, સહુ ઠાર !
નિજ ભરતભૂમિનો જગમાં
વરતાવો જયજયકાર ! ૩

-૦-