લખાણ પર જાઓ

કલ્યાણિકા

વિકિસ્રોતમાંથી
કલ્યાણિકા
અરદેશર ખબરદાર
૧૯૪૦



કલ્યાણિકા





Ф
 
ખબરદાર
 


કવિશ્રી અરદેશર ફ. ખબરદારનાં પુસ્તકો

ગુજરાતીમાં
કાવ્યરસિકા કિંમત રૂા. ૧–૮–૦ (પૃ. ૧૮૮)
વિલાસિકા ૧–૮–૦ (પૃ. ૨૦૦)
પ્રકાશિકા ૧–૪–૦ (પૃ. ૧૮૨)
મલબારીનાં કાવ્યરત્નો ૩–૦–૦ (પૃ. ૪૫૦)
ભારતને ટંકાર ( બીજી આવૃત્તિ ) ૧–૦–૦ (પૃ. ૯૦)
સંદેશિકા ૧–૦–૦ (પૃ. ૧૮૮)
કલિકા ૨–૦–૦ (પૃ. ૨૬૦)
ભજનિકા ૧–૪–૦ (પૃ. ૧૬૦)
રાસચંદ્રિકા, ભાગ ૧ લો, (ઊંચા કાગળ) ૦–૧૪–૦ (પૃ. ૧૨૦)
(ગીલ્ટ પૂઠું) ()
૧૦ દર્શનિકા ૩–૦–૦ (પૃ. ૧૨૦)
૧૧ પ્રભાતનો તપસ્વી અને કુક્કુટદીક્ષા (બીજી આવૃત્તિ) ૦–૮–૦ (પૃ. ૭૦)
૧૨ કલ્યાણિકા ૧–૦–૦ (પૃ. ૧૬૦)
અંગ્રેજીમાં
૧૩ The Silken Tassek ૨–૮–૦ (પૃ. ૧૩૬)

હવે પછી છપાશે

૧૪ રાસચંદ્રિકા, ભાગ ૨ જો
૧૫ રાષ્ટ્રિકા
૧૬ પ્રભાતગમન (વર્ણનકાવ્ય)
૧૭ કેટલાંક પ્રતિકાવ્યો
૧૮ લખેગીતા
૧૯ ગુજરાતી કવિતા અને અપાદ્ય ગદ્ય
૨૦ ગુજરાતી કવિતાની રચનાકળા
(મુંબઈ યુનિવર્સિટી તરફથી)

૨૧ મનુરાજ નાટક (અખંડ પદ્યમાં)
૨૨ અમરદેવી નાટક
૨૩ યુગરાજ મહાકાવ્ય
૨૪ ગદ્યસંગ્રહ
૨૫ Leaf and Flower
૨૬ The Rest House of
the Spirit



કલ્યાણિકા



કર્તા
અરદેશર ફરામજી ખબરદાર

મુંબઈ

સંવત ૧૯૯૬
ઈ. સ. ૧૯૪૦
 



આવૃત્તિ ૧ લી
પ્રત ૧૧૦૦
પ્રકાશક
યજ્ઞેશ હ. શુક્લ
૪૩, કલ્યાણ બિલ્ડીંગ, કાંદાવાડી,
મુંબઈ, ૪
 







(સર્વ હક્ક સ્વાધીન)





બે રૂપિયા







મુદ્રક
પ્રભાશંકર જયશંકર પાઠક
જગદીશ્વર પ્રેસ, ગાયવાડી, ગીરગામ,
મુંબઈ, ૪
 









મારા સ્નેહમૂર્તિ ગુરુજી

સ્વર્ગસ્થ જાલભાઈ દોરાબજી ભરડાના

પુણ્યસ્મરણને

અર્પણ



જન્મઃ તા. ૧૬-૨-૧૮૬૪ ઈ.
મરણ : તા. ૧૨-૭-૧૯૨૧ ઈ.
 


સ્વ. જાલભાઈ દોરાબજી ભરડાના પુણ્યસ્મરણને


• ધોળ •

મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો !
જ્યાં હો નિર્મળ તમ આત્માનું નંદ્નધામ :
પળપળ તરતી રહે તમ પ્રતિમા અંતર લોચને,
સ્નેહલ જાલતણું રસના રટતી રહે નામ :
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૧

પ્રભુના પુણ્યપથે જ અહોનિશ પદ તમ દોરવ્યાં,
અમ અંગુલિ પણ એ જ પથે રાખી તમ હાથ;
દૂરસુદૂર ઝંગતી જ્યોતિ પરમ વિજ્ઞાનની,
ત્યાં તમ દૃષ્ટિ અચૂક રહી તમ પગલાં સાથે !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૨
 
સાદુ, સીધું, સૂધું હૃદય સદા સ્નેહે ભર્યું,
દોરંગી દિનિયાનાં કૂડકપટથી દૂર;
ઉન્ન્ત આદર્શોનાં સ્વપ્ન સદા સેવ્યાં ઉરે,
તેનાં નીતર્યાં નયને અદ્ભુત નૌતમ નૂર !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૩


દીધાં મોંઘાં વિદ્યાદાન હજારો શિષ્યને,
નિજ નિજ પાત્ર સમું સૌને દીધું રસજ્ઞાન;
આભ ઉધાડી નવન્વ જ્યોતિફળો ત્યાં દાખવ્યાં :
ગુરુજી ! કેમ કરી ભૂલાશે એ તમ દાન ?
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૪

પૂર્ણ અને પશ્ચિમમાં બન્ને કર્ણે ધારતી
પૂનમે રવિચંદાકુંડલને પૃથ્વી જેમ,
પૂર્વ અને પશ્ચિમની સદ્‌વિદ્યા ને સંસ્કૃતિ
શુભ સંયોગે શોભી તમ જીવનમાં તેમ !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૫

અમ ઉરમાં ખડક્યાં'તાં ઘન આષાઢી મેઘશાં,
ત્યાં તમ કિરણે ગૂંથ્યા ઈંદ્રધનુષના રંગ;
તમ શબ્દસ્પર્શે ઉઘડી લીલા નવવ્યોમની,
અમ જીવનનગથી ફૂટી નીકળી નવગંગ !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૬

જડઝાંખરની ખીણે ભટકી શબ્દો ખૂંદતો,
ત્યાંથી ઊંચકી મુજને મૂક્યો પર્વતશીર;
બીડી પાંખ ઉધાડી ઊડવા શીખવ્યું સાથમાં,-
આજે તો ઊડું જઇ સુરગંગાને તીર !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૭


સંદ્યાકરથી લાખો જ્યોતિ નભે સળગી રહે,
તમ કરથી સળગી ત્યમ કૈક જીવનની જ્યોત;
ઝળહળતા ભાગ્યાક્ષર કૈકતણા ઝબકી ઊઠ્યા,
જીવનવ્યોમ દીથો નવચેતનનો ઉદ્યોત !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૮

સુખમાં સુખતો તમે ગણ્યું બસ વિદ્યાદાનમાં;
દુખમાં દુખ જીવનમાં દેખાડ્યું અજ્ઞાન;
રવિશાં તેજે ને તાપે તમ નયન ઝગારતાં,
પણ ઉરથી સહુ પામ્યાં ચંદ્રસુધારસપાન !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૯

કૈક વસંત અને હેમંત વહી ગઇ પૃથ્વીએ,
તમ જીવન તો ધન્ય વિરાજે પ્રભુઉરમાંય ;
એ કલ્યાણપથે પદ ધરતી આ "કલ્યાણિકા"
તમ ચરણે મૂકી હું થાઉં કૃતાર્થ સદાય !
મારાં નેહનમન તમ ચરણે, ગુરુજી ! નિત્ય હો ! ૧૦


પ્રસ્તાવના

જીવનનો કલ્યાણપંથ પ્રભુધામ આગળ જ પૂરો થાય છે. એ પંથના વટેમાર્ગુને તો એ ધામનો પ્રકાશ સદા પોતા તરફ આકર્ષ્યા કરે છે. સાચા કવિની આંખ એ પ્રકાશબિંદુના વેધમાંથી કદી ચૂકતી નથી, કવિની ભાવોર્મિ, ભાવના, કલ્પના અને બુદ્ધિ જ્યારે એકરસ બને છે, ત્યારે એ પ્રકાશનાં કિરણોને ઝીલીને પોતાની વાણીના લોલકમાં તેના વિવિધ રંગો પ્રકટાવી સૌને એ પ્રકાશનો બોધ તેમજ તેનો આનંદ તે આપી શકે છે. બધી જીવનસરિતા પરમાત્મસાગર ભણી જ વહે છે, અને એ જ તેનો કલ્યાણપંથ છે. આ સંગ્રહમાં કાવ્યોનો કે ભજનગીતોનો પ્રવાહ એજ માર્ગે વહ્યો છે, કુદરતી રીતે જ વહ્યો છે; અને એ ભજનોના કવનકાળમાં કવિહ્રદયે જે જોયું છે, અનુભવ્યું છે, અને તેને વાણીમાં મૂર્ત્તસ્વરૂપ આપ્યું છે, તે એ કલ્યાણપંથના વટેમાર્ગુને કોઈક રૂપે રીતે પણ સહાયક અને આનંદદાયક બનશે, તો તે કવિહ્રદયને સંતોષકારક જ થશે.

મારી “ભજનિકા” પ્રકટ થયાને દસ વર્ષ વીતી ગયાં છે. તેમાંનાં ઘણાં ભજનો મેં અનેક ઠેકાણે ગવાતાં સાંભળ્યાં છે. આ દસ વર્ષમાં મારાં બીજાં નાનાં મોટાં કાવ્યો સાથે જે ભજનો પણ રચાયાં છે, તેનો આ સંગ્રહ “કલ્યાણિકા” નામે પ્રકટ થાય છે . ગુજરાતના અશિક્ષિત, અર્ધશિક્ષિત, સુશિક્ષિત, વિદ્વાન, રસિક અને રસજ્ઞ, એમ તમામ વર્ગને આમાંનાં એક યા વધુ ભજનો કાંઈ ને કાંઈ આનંદ આપી પ્રભુના કલ્યાણપંથની વિશેષ ઝાંખી કરાવશે , એવી શ્રદ્ધા હું રાખું છું.

આ શ્રદ્ધા અકારણ નથી. મારી કવિતાની પ્રાસાદિક સરળતાને લીધે તેમાં જાણે કશું રહસ્ય છે જ નહીં, એમ માની લઈને કેટલાક વિવેચકો થોડીકને ઉત્તમ કહી બીજીને અવગણે છે. પણ મારા અનેક કાવ્યસંગ્રહો પ્રકટ થયા છે, તે પર જે વિવેચનો અનેક વ્યક્તિઓ તરફથી થયાં છે, તેમાંથી એક વિચિત્ર સાર મેં તારવી કાઢ્યો છે, એ બધાં વિવેચનો એકઠાં

કર્યા પછી તેમાં ગણાવેલી ઉત્તમ કવિતાઓની તથા તેમાં આપેલાં ઉત્તમ ઉદાહરણ રૂપ અવતરણોની તારવણી કરતાં તેમાં લગભગ બધી જ કવિતાઓ સમાઈ જાય છે ! એ બતાવે છે કે વિવેચકોની રુચિ અને કાવ્યગણના કેટકેટલી ભિન્ન છે ! એ દેખાડે છે કે જુદી જુદી કવિતાઓ જુદા જુદા વિવેચકોના મનબંધારણને અનુસરીને જ તેને સ્પર્ષે છે, એટલું જ નહીં પણ પ્રથમ બેઠકે એક કવિતા એક વિવેચકને સામાન્ય પ્રતિની લાગે, તે જ કવિતા વળી કોઈ અન્ય બેઠકે એ જ વિવેચક તે કવિતામાંના ભાવને અનુકૂળ સ્થિતિમાં હોય તો તેના હ્રદયને સ્પર્ષે છે, અને પછી તેમાંનું રહસ્ય તેને જડી આવે છે, કે બીજા કોઈ વિવેચક મિત્ર તે તેને બતાવે ત્યારે તે તેની ખૂબી જોઈ શકે છે. હું તો પ્રત્યેક સંગ્રહમાં સમાજના બધા વર્ગોને કોઈ ને કોઈ કવિતા આનંદ આપી શકે એ વાત ધ્યાનમાં રાખીને બધી જાતની કવિતા, સરળ ભાવ વિચારથી માંડીને ઊંડામાં ઊંડા રહસ્યવાળી દાખલ કરું છું.

આ વેળા આપણાં હાસ્યરસના પ્રસિદ્ધ લેખક તેમજ વિવેચક મારા સ્નેહી ભાઈ શ્રી જ્યોતીંદ્ર હરિહર દવેએ આ સંગ્રહમાંનાં કાવ્યો પર “ટિપ્પણ” લખ્યું છે, તે આશા છે કે પ્રાકૃત વાચકને તેમજ પ્રાધ્યાપકોને ભાવાર્થ સમજવામાં સહાયરૂપ થશે. ભાઈ શ્રી જ્યોતીંદ્રનાં એ માયાળુ બંધુકાર્ય માટે હું આભારી છું.

પરમાત્માએ મારા પર ઘણી મહેર ઉતારેલી છે. એ મહેરથી જ હું મારો કલ્યાણપંથ જોઈ શક્યો છું. આ “કલ્યાણિકા”માંનાં કાવ્યો એ માત્ર કલ્પનાનું પરિણામ નથી, પણ મારા આધ્યાત્મિક અનુભવોનો સાચો નિચોડ છે. પ્રભુએ જે સંદેશ મને પહોંચાડ્યો છે, તે મારી નિર્બળ વાણીમાં ઝીલીને મારાં બહેનો બંધુઓને હું આ ટાણે અર્પણ કરૂં છું. આ “કલ્યાણિકા” તેમના કલ્યાણપંથમાં કાંઈક પણ સહાય રૂપ થાય અને એ માર્ગ આનંદસ્વરૂપ બને, એ જ મારી પ્રાર્થના છે.

૭૮૮, પારસી કોલોની, દાદર, મુંબઈ
તા ૧ લી જુલાઈ ૧૯૪૦
અરદેશર ફરામજી ખબરદાર
}

પૃષ્ઠ
૧૫   કમળતલાવડીનો હંસલો ૩૪
૧૬   આવરણ ૩૬
૧૭   મુસાફર ૩૭
૧૮   દેવનો મોક્ષ ૩૯
૧૯   પ્રભુની પ્રીત ૪૦
૨૦   મનબંધન ૪૨
૨૧   ઉરની ભરતી ૪૪
૨૨   માયાની લગની ૪૬
૨૩   પડછાયા ૪૮
૨૪   આવતી કાલનાં સ્વપ્નાં ૫૦
૨૫   જગની જોગનિયાં ૫૨
સાધન—
૨૬   માધુરી ૫૭
૨૭   વચન ૫૯
૨૮   જીવનઘાટના ઘા ૬૧
૨૯   અનુભવ ૬૩
૩૦   પ્રાર્થના ૬૫
૩૧   સોદાગર ૬૭
૩૨   લોકદેવની સેવા ૬૯
૩૩   પરમાર્થ ૭૨
૩૪   કર્મચરિત્ર ૭૪
૩૫   કર્મનાં પ્રતિબિંબ ૭૬
૩૬   પૂર્ણ જીવનની સુંદરતા ૭૮
૩૭   યોગ ૮૦
૩૮   એક જ તારી ઓથ ૮૨

પ્રકાશ— પૃષ્ઠ
૩૯   ઊડવાં આઘાં આઘાં રે ૮૭
૪૦   અનિર્વાચ્ય પરતત્ત્વ ૯૦
૪૧   અગમની ઓળખ ૯૩
૪૨   માલિકને દરબાર ૯૫
૪૩   સ્વયંપ્રકાશ ૯૭
૪૪   કલ્યાણ ૯૯
૪૫   નવપ્રકાશ ૧૦૩
૪૬   અમૃતપાત્ર ૧૦૫
૪૭   દ્વિરંગી જ્યોત ૧૦૭
૪૮   અજવાળિયાં ૧૦૯
આનંદ—
૪૯   પ્રણવશક્તિ ૧૧૩
૫૦   વલોણું ૧૧૫
૫૧   મારે દ્વારે ૧૧૭
૫૨   સર્વગોચર ૧૧૯
૫૩   આત્માનંદ ૧૨૧
૫૪   માલિકની મહેર ૧૨૩
૫૫   ભક્તવીરની વાંછા ૧૨૫
૫૬   સતત વિશ્વવસંત ૧૨૭
૫૭   પ્રભુનાં તેડાં ૧૨૯
૫૮   દૂર જતાં ડગલાં ૧૩૧
૫૯   દૂરની ઘંટડી ૧૩૩
ટિપ્પણ ૧૩૭
  સૂચિ ૧૫૭


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.