કલ્યાણિકા/કર્મનાં પ્રતિબિંબ

વિકિસ્રોતમાંથી
← કર્મચરિત્ર કલ્યાણિકા
કર્મનાં પ્રતિબિંબ
અરદેશર ખબરદાર
પૂર્ણ જીવનની સુંદરતા →





કર્મનાં પ્રતિબિંબ


• રાગ કલ્યાણ — તાલ દાદરો •


બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં,
એ તો છે સૌ પ્રતિબિંબ જ તારાં ! (ધ્રુવ)

દુનિયા બધી દોડી દોડી જો તું,
દર્પણ ભવનું છે એ જ મહોતું;
કર્મ દિસે મહીં નરસાં ને સારાં:
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં! ૧

જેવો ઘડાયો તું કર્મ તારે,
તેવો મને ત્યાં અચૂક ઉતારે;
તેજનાં તેજ, અંધારે અંધારાં:
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં! ૨


વાંકું કદી ન દેખાય સીધું,
સારું ન ખેંચી લેવાય લીધું;
ઘા અને શબ્દનાં એક સહિયારાં:
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં! ૩

સૌખદુંખ શોક ને મોદ જે જે,
જેનાં તેનાં મળે આવી તે તે;
કર્મશું થઈ ન શકે કો ઠગારાં !
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં! ૪

વસ્તુ છાયા ન થાય છૂટી,
કર્મફળો ન શકાય ઝૂંટી;
સુખ ન મળે દીધે લાખ હજારાં !
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં! ૫

રૂપ બને નિજ, જ્યોતિ જેવું,
પડશે પછી પ્રતિબિંબ તેવું:
એક છે મર્મને શાસ્ત્ર અપારાં !
બાપુ ! ન તારાથી કર્મ કો ન્યારાં! ૬