લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/ભરત સમાજની ભક્તિ

વિકિસ્રોતમાંથી
← હિંદનો મંદવાડ રાષ્ટ્રિકા
ભરતસમાજની ભક્તિ []
અરદેશર ખબરદાર
હિંદનો વિજયડંકો →
રાગ કાફી





ભરતસમાજની ભક્તિ*[]

• રાગ કાફી •


જય જગરાયા ! ખૂબી તુજ ન્યારી,
હરિ ! તું હસાવને હિન્દ અમારી ! —


તું જગતારક, દુ:ખવિદારક, તારી દયા બહુ ભારી;
આશિષ દઈ કર આ શુભ અવસર જયજય મંગલકારી ! — હરિ.

રામ ને કૃષ્ણની પુણ્યભૂમિ તે આજ રહે ક્યમ હારી ?
શૂર ચઢાવ ગજાવ હવે તું, નૂર દીપાવ વધારી ! — હરિ.

એક જ સૂત્ર તું કર હિન્દપુત્રનું : ‘સેવું ન શુ ભૂમિ મારી ?”
એક ઉદેશ અને હિત એક જ, એક જ અંતર ધારી ! — હરિ.

ભારતસમાજ તું કર દ્રઢ પૂરો, જ્ઞાનબળે શણગારી;
યજ્ઞ જ આ પ્રભુ ! પાર ઉતારી, હિન્દની જો બલિહારી ! — હરિ.

ભાવિકિરણ કઈ દૂર હસે છે, હિન્દતિમિર દે વિદારી !
આશ સફળ ઈશ અદલ કરે તું, જયજય હિન્દ ઉદ્ધારી ! — હરિ.


  1. આ તથા એની પછીનું “હિન્દનો વિજયડંકો” એ બે કાવ્યો સને ૧૯૦૨માં અમદાવાદમાં મળેલી “ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ”ને પ્રસંગે રચાયા હતા તથા કોંગ્રેસમંડપમાં વહેંચાયા હતા.
  2. *આ તથા એની પછીનું “હિન્દનો વિજયડંકો”એ બે કાવ્યો સને ૧૯૦૨ માં અમદાવાદમાં મળેલી “ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ”ને પ્રસંગે રચાયાં હતાં તથા કૉંગ્રેસમંડપમાં વહેંચાયાં હતાં.”