લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/પોઢામણું

વિકિસ્રોતમાંથી
← હજાર માસની રીત રાસચંદ્રિકા
પોઢામણું
અરદેશર ખબરદાર
હાલરડું →




પોઢામણું

♦ ગરબી []. ♦


બાળકડાં પોઢો રે મારાં બાળકડાં પોઢો !

પંખીડા સૂતાં જઈ માળે
ખાઈ હિંદોળા આંબા ડાળે, -
ઝૂલતાં પારણિયાં મહાલે,
બાળકડાં પોઢો !
બાળકડાં પોઢો રે વહાલાં બાળકડાં પોઢો ! ૧

નીંદરડી આ આવી અટારી,
ગાતી ને નાચંતી સારી;-
કોમળડાં નેણોને ઠારી,
બાળકડાં પોઢો !
બાળકડાં પોઢો રે મીઠાં બાળકડાં પોઢો ! ૨


તારલિયા રક્ષો મુજ બાપુ;
ચાંદલિયા અમૃત આપું,
દુખડાં લઈ હ્રદિયાશું ચાંપું,
બાળકડાં પોઢો !
બાળકડાં પોઢો રે મોંઘા બાળકડાં પોઢો ! ૩

પંખીડાં ઊઠશે સહુ જ્યારે,
કલરવ કરતાં ગાશે ત્યારે
હસતાં રમતાં ઊઠજો હાં રે -
બાળકડાં પોઢો !
બાળકડાં પોઢો રે મારાં બાળકડાં પોઢો ! ૪


  1. 'અંજની ગીત' ના ઢાળ પર