લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/દીવાળી

વિકિસ્રોતમાંથી
← પધરામણી રાસચંદ્રિકા
દીવાળી
અરદેશર ખબરદાર
નવા વર્ષનાં હાસ્ય →
* વનમાં બોલે મીઠા મોર*




દીવાળી

♦ વનમાં બોલે મીઠા મોર. ♦


પ્રગટે ઘરઘર આજ પ્રકાશ,
દિવાળીનાં મેરિયાં રે લોલ:
ઝળકો આર્યભૂમિના વાસ,
હો રંગભર હોલિયાં રે લોલ ! -

ઊંડુ અંતર કાળનું, ઊંડા આ અંધાર;
આવે તેમાં તેજના મોંઘેરા ચમકાર :

ઊંડાં ઊંડા છે અમ ગીત
કે ગરવાં ઘેલિયાં રે લોલ;
આવો, ગાઇએ સહુ શુભ રીત,
હો રંગભર હોલિયાં રે લોલ ! ૧

દીવે દીવે દેવની સ્નેહભરી છે આંખ;
ઝળહળ જ્યોતિ ઝીલતાં, ફૂટે પ્રાણની પાંખ:

સુરવરમુનિવર નર ને નાર
કે એમાં ખોલિયાં રે લોલ;
આવો, કરીએ આત્મવિહાર,
હો રંગભર હોલિયાં રે લોલ ! ૨


કોટિક તારક ઝગઝગે, કોટિક દીપ પ્રકાશ;
કોટિક એવી પ્રાનની ખીલો ઉન્નત આશ:

કોટિક આજ દિવાળી સાથે
કે અંતર રેલિયાં રે લોલ:
દીપે દીપ પ્રગટો નાથ,
હો રંગભર હોલિયાં રે લોલ !