રાસચંદ્રિકા/ફૂલવાડીનો મોરલો

વિકિસ્રોતમાંથી
←  અમરવસંત રાસચંદ્રિકા
ફૂલવાડીનો મોરલો
અરદેશર ખબરદાર
કોયલ બહેનાં →
.કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે.




ફૂલવાડીનો મોરલો

♦ કે આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે. ♦


કે કુંજમાં મઘમઘ મહેકે ફૂલડાં રે,
કે આવી મોંઘી દેવવસંત;
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે પાંદડે પાંદડે પલકે હીરલા રે,
કે ઊછળે ઉર ઉર ભાવ અનંત :
કે નાચે ફૂલવાડીનો મોરલો રે. ૧

કે આભને માથે રંગભર છોગલાં રે,
કે એવાં ધરણીશિર ગુલમૉર :
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે ઊઘડે ચંદરવા દિશ દિશ તણા રે,
કે ઊઘડે હૈડાં આઠે પહોર :
કે નાચે ફૂલવાડીનો મોરલો રે. ૨


કે મોગરા ગગને ખીલ્યા તેજના રે,
કે ચૂંદડી જગની રતનજડાવ :
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે સૂરજ છાંટે નવરસ છાંટણાં રે,
કે એવા અંતર અમીછંટકાવ :
કે નાચે ફૂલવાડીનો મોરલો રે. ૪

કે શિર પર ડોલે કલગી વિભૂતિની રે,
કે અદ્ભૂગત ખોલે પ્રાણકલાપ :
કે નાચે ફૂલવાડીનો મોરલો રે.

કે થનગન લોલે આંગણાં રે,
કે ટહુકે ગરજે આતમ આપ :
કે નાચે ઉરવાડીનો મોરલો રે. ૫