રાસચંદ્રિકા/હૈયાનું રાજ

વિકિસ્રોતમાંથી
← હૈડાંની આગ રાસચંદ્રિકા
હૈયાનું રાજ
અરદેશર ખબરદાર
ગરાસિયો ને ગરાસિયણ →
માને તમારું તે તો ઘેલડી




હૈયાનું રાજ

♦ માને તમારું તે તો ઘેલડી ♦


જાઓ, મને ન કશું જોઇએ,
વરણાગિયા !
જાઓ, મને ન કશું જોઇએ !—

ચાલવાની ચટક ના કે મહાલવાની લટકના,
કે આંખડીની મટકમાં મોહીએ :
વરણાગિયા !

વાંકડિયા વાળમાં કે કંઠ કેરી માળમાં,
કે ચિત્તડું એ જાળમાં ખોઇએ:
વરણાગિયા !

સ્વર્ણતેજ તારલા કે ઈન્દ્રધનુ હારલા,
કે કો ન એવા ભાર લાધી સોહીએ:
વરણાગિયા :


લાખલાખ સાજથી કે કોટિ અવર કાજથી
કે દિનિયાના રાજથી યે રોઇએ :
વરણાગિયા !

ભાવભર્યાં ભોજનો કે અમૃતના હોજ હો !
કે થરીએ ના પ્રયોજનોથી કોઇએ:
વરણાગિયા !

કનકજડિત હાથમાં કે લક્ષ્મીના યે સાથમાં
કે અણમૂલો આ આતમા ન પ્રોઇએ:
વરણાગિયા !

દ્યો તો અદ્દલ આજ તમ હૈયાકેરું રાજ દ્યો !
નહીં તો આ મહોતાજ શેનાં હોઇએ?
વરણાગિયા !
જાઓ, બીજું ન કશું જોઇએ !