રાસચંદ્રિકા/વણમૂલાં વેચાણ
Appearance
← બોલનાં બાણ | રાસચંદ્રિકા વણમૂલાં વેચાણ અરદેશર ખબરદાર |
રઢ → |
વણમૂલાં વેચાણ
♦ માને તમારું તે તો ઘેલડી . ♦
હું તો વેચાઈ વણમૂલે,
સખીરી ! આજે
હું તો વેચાઈ વણમૂલે !—
સારી આ સૃષ્ટિનો ભર્યો ભંડાર જેમાં,
આવે ત્યાં કોણ તેની તૂલે ?
સખીરી ! આજે૦ ૧
જોયું જ્યાં મુખડું ત્યાં ખોયું મારું મનડુમ્,
જાણ્યું એ જ સ્વર્ગ મારું ઝૂલે:
સખીરી ! આજે૦ ૨
હું તો કહેતી'તી એવા લાખ પદ્યા વાટમાં :
આજે ચતુરાઇ પડી ચૂલે :
સખીરી ! આજે૦ ૩
લાખો રતન મારાં રાખ્યાં જતનથી,
તે તો પતન પામી ડૂલે :
સખીરી ! આજે૦ ૪
માગ્યાં તે માન કોનાં મળશે ગુમાનનાં?
સોનું સંતાઈ રહે ધૂળે :
સખીરી ! આજે૦ ૫
ભાનુ જ ખિલાવશે ને ભાનુ જ બિડાવશે,
પંકજ તે ખીલીને શું ફૂલે ?
સખીરી ! આજે૦ ૬
અદ્દલ એ વહાલમની આંખમાં કંઇ દેખી
પ્રાણ મારો માન બધું ભૂલે:
સખીરી ! આજે૦ ૭