કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/થેરી વિશાખા

વિકિસ્રોતમાંથી
← મુક્તા (મુત્તા–બીજી) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
થેરી વિશાખા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સુમના–કૌશલકુમારી →


३१–थेरी विशाखा

નું જીવન થેરી ધીરાને મળતું છે. અર્હત્‌પદ એણે પણ પ્રાપ્ત કર્યું હતું. એણે પોતાની ગાથામાં કહ્યું છે કે, “બુદ્ધદેવની આજ્ઞા પ્રમાણે ચાલજો. એમના આદેશ પ્રમાણે ચાલ્યાથી તમારે કદી પસ્તાવું નહિ પડે. માટે જલદીથી પગ ધોઈને નીચે દૂર એકલાં બેસો.”

એણે પોતાના ઉપદેશ અને ઉદાહરણથી બીજી પણ સ્ત્રીઓને બૌદ્ધધર્મની અનુગામી બનાવી હતી.