કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/મુક્તા (મુત્તા–બીજી)

વિકિસ્રોતમાંથી
← ધર્મદિન્ના કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
મુક્તા (મુત્તા–બીજી)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
થેરી વિશાખા →




३०–मुक्ता (मुत्ता) बीजी

કૌશલ દેશના ઓઘાટક નામના દરિદ્ર બ્રાહ્મણની કન્યા હતી. વય પ્રાપ્ત થયા પછી એક કૂબડા બ્રાહ્મણ સાથે તેનું લગ્ન થયું. સ્વાભાવિક રીતે એમનો સંસાર સુખી નીવડ્યો નહિ. કૂબડો સ્વામી મુક્તાને માર પણ મારતો. આખરે સંસારથી કંટાળી સ્વામીની રજા લઈને મુક્તાએ પ્રવજ્યા લીધી હતી. એણે જે ગાથા રચી છે તેમાં સ્વામીનો પરિત્યાગ કરીને સુખી થયાની કથા છે. એ લખે છે કે, “મુક્તા ખરેખર મુક્ત થઈ છે. ત્રણ પ્રકારના કુબ્જપણાથી એ મુક્ત થઈ છે. ઊખળીમાં ડાંગેર ખાંડતી વખતે વાંકા વળવું પડતું, એ ઊખળી વાંકી હતી. મારે પોતાને વાંકાં વળવું પડતું અને પતિ તો કૂબડા હતાજ. એ પ્રમાણે ખાંયણી, મુશળ અને પતિથી છૂટી થઈને વાસના ઉપર જય મેળવીને હું જન્મમરણથી મુક્ત થાઉં છું.”

સંસારમાં જરામરણના માર્ગ પણ સહજ નથી પરંતુ વાંકાચૂંકા છે. આત્મજ્ઞાનદ્વારા એ માર્ગમાંથી પસાર થઈને મુક્તા અર્હત્‌પદને પામી.