કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સુમુત્તિકા (સુમંગળની માતા)

વિકિસ્રોતમાંથી
← અભિરૂપનંદા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સુમુત્તિકા (સુમંગળની માતા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
જયંતી (જેન્તી) →


३७–सुमुत्तिका (सुमंगळनी माता)

સ્ત્રીનું ખરૂં નામ સુમુત્તિકા હતું; પરંતુ થેરી ગાથાના ટીકાકારોએ તેનો ઉલ્લેખ સુમંગળની માતા તરીકેજ કર્યો છે, તેથી અમે પણ તેને એજ નામથી ઓળખાવી છે. શ્રાવસ્તી નગરીમાં એક દરિદ્ર કુટુંબમાં એનો જન્મ થયો હતો અને એક નળકાર સાથે તેનું લગ્ન થયું હતું. એનો પુત્ર સુમંગળ ઘણો જ્ઞાની અને સંસારત્યાગી સુપ્રસિદ્ધ સાધુ–થેર બન્યો હતો. એનો સ્વામી એની સાથે ઘણી નિર્દયતાથી વર્તતો હતો. એ લખે છે કે, “મારા સ્વામી પોતે બનાવેલી છત્રીના જેવી મને નજીવી ગણે છે. કામ પડે તો મને વેચતાં સુધ્ધાં અચકાય નહિ. થેરી થયાથી હું એ બધા રોગ, દોષથી બચી છું અને સ્વતંત્રપણે વિચરણ કરૂં છું તથા વૃક્ષની છાયા તળે બેસીને ધ્યાનમગ્ન થઈ જાઉં છું.