ગાંધીજીનો અક્ષર દેહ - ૧/લંડનની બૅન્ડ ઑફ મર્સી – જીવદયા મંડળીને આપેલું ભાષણ

વિકિસ્રોતમાંથી
← હિંદના ખોરાક ગાંધીજીનો અક્ષરદેહ
લંડનની બૅન્ડ ઑફ મર્સી – જીવદયા મંડળીને આપેલું ભાષણ
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હોલબર્ન હોટેલમાં વિદાયનો ભોજન સમારંભ →


૧૦. લંડનની બૅન્ડ એફ મસીં –જીવદયા મંડળીને આપેલું ભાષણ

अपर नॉरवूड આગળથી કરવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે . . . બૅન્ડ ઓફ મર્સીની[૧] સભા આંગળ મિસ સીકોમ્બના સૌજન્યથી , . . મિસિસ મેકડુઅલ ભાષણ કરનાર હતાં, પણ તે માંદાં હોવાથી મિ. ગાંધી (હિંદથી આવેલા એક હિંદુ)ને વિનંતી કરવામાં આવી અને તેમણે સભા આગળ ભાષણ આપવાનું કબૂલ કરવાની કૃપા કરી, માનવકલ્યાણની દૃષ્ટિથી શાકાહારના સિદ્ધાંત વિષે તેઓ આશરે પાએક કલાક બોલ્યા, તેમાં તેમણે આગ્રહપૂર્વક જણાવ્યું કે જીવદયા મંડળીના સભ્યો પોતાનું વર્તન તર્કશુદ્ધ રાખવા માગતા હોય તો તે સૌએ શાકાહારી થવું જોઈએ. શેકસપિયરમાંથી એક ઉતારો. ટાંકી તેમણે પોતાનું ભાષણ પૂરું કર્યું.

[મૂળ અંગ્રેજી]

धि वेजिटेरियन, ૬-૬-૧૮૯૧

  1. પ્રાણીઓ પર ગુજરતી ક્રૂરતાને અટકાવવાને કાર્ય કરતી જીવદયા મંડળી.