ગુજરાતની ગઝલો/કષાયોર્મિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← કિસ્મત ગુજરાતની ગઝલો
કષાયોર્મિ
[[સર્જક:|]]
૧૯૪૩
સ્વરૂપોર્મિ →


૧૭ : કષાયોર્મિ


ખતમ અય દર્દ દિલ ! થૈ જા, ન તારું કોઈ છે અહીંયાં;
ખરે દિલબર નથી હિકમત કરે તું રોઈરે' અહીંયાં.

મિઝાજે ઈશ્કના રસ્તા બડા બારીક છે અહીંયાં;
કદરદાની ચઢી તે પર કદાપિ જોઈ છે અહીંયાં !

ગુઝર કર યાર કિસ્મત પર, ન તારે કાર છે અહીંયાં;
જિગર ચાહે જૂઠાઈમાં, સુખે તું ધોઈ લે અહીંયાં.

મળે કોઈ અગર તોયે, પછી દરકાર શી અહીંયાં ?
ઊંડી દરકાર દિલથી તેં. બધીએ ખોઈ છે અહીંયાં.

રહેવા દે ! સુહાવા દે ! ન ખાલી દોડ તું અહીંયાં,
તબીબીની કહીં તારી બનેલી સોઈ છે અહીંયાં !

ન કર ગમ, યાદ કર હકને, હકીકત છે કહીં અહીંયાં !
ગરજ ગઈ કે ગઈ યારી, ઉપર બદગોઈ છે અહીંયાં.

જહીં જહીં તું કરે આશા, ફિકરમદી ખડી અહીંયાં.
ડૂબી ગાયબ નિરાશામાં, મઝા મિનોઈ લે અહીંયાં.