લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/સ્વરૂપોર્મિ

વિકિસ્રોતમાંથી
← કષાયોર્મિ ગુજરાતની ગઝલો
સ્વરૂપોર્મિ
[[સર્જક:|]]
૧૯૪૩
સરસ્વતીચંદ્રનો ત્યાગ  →


૧૮ : સ્વરૂપોર્મિ


દેખે કહાં તે માહ્યનૂર, ઈશ્કમાં જાન દે ન દે?
ધારી ફકીરી કાપી ને સરથી પયમાન દે ન દે?

મંદિર, કાબા, ક્રૂસ, આગ, તસ્બી, ભભૂત છાપ તે,
દિલથી યકીં દારય સનમનું એ નિશાન દે ન દે?

વેદ કુરાન કે પુરાણ યોગ સમાધિ વ્યાધિમાં,
ઈશ્કમાં જાન છે ફના તે આશક ધ્યાન દે ન દે!

ઈશ્ક ન એ ભમે ભૂલા-ચીરી તપાસો છાતીને,
નાડીએ નાડી, ખૂન એ ખૂન, ઈશ્કની સાન દે ન દે!

માલને જાનથી ધોઈ હાથ દીદયસનમમાં મસ્ત જે;
તેને ન ગમ, તું યા નસીબ ! વસ્લયહસાન દે ન દે!

રાજી સનમ હું જ્યાં ઠરી તારી નિગાહ અભેદ-ચૂર,
રકીબથી રમી, રફીકને ઝબાન દે ન દે!

આહ જુદાઈની સનમ ! કે'વી તું સંગદિલથી શું?
છું તંગ-દુશ્મની બધે,-દિલ બેઈમાન દે ન દે.

જુદાઈ કોઈ કાલની બતાવે ખ્વાબ ખૂબ-ખૂબ,
આવી સનમ ! જગાડી તું, ઈશ્ક પાયમાન દે ન દે!

થાક ફરી ફરી બધે તમારી હું તલાશમાં,
ચાક દિલ કર્યું તે સનમ ભેટ-ભાન દે ન દે!

ચાક દિલ બેહાલ આ મણિ તું આયના વિષે,
અહા ! સનમ ! હવે ભલા દિલમાં મકાન દે ન દે !