લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/ચન્દાને સંબોધન

વિકિસ્રોતમાંથી
← આત્મજ્ઞાન ગુજરાતની ગઝલો
ચન્દાને સંબોધન
[[સર્જક:|]]
૧૯૪૩
મારી કિસ્તી →


૪૭ : ચન્દાને સંબોધન


તને હું જોઉં છું, ચન્દા ! કહે! તે એ જુએ છે કે ?
અને આ આંખની માફક−કહે, તેની રુએ છે કે ?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિમ્બ જોવાને
વખત હું ખોઉં તેવો શું–કહે, તે એ ખૂએ છે કે ?

સખી ! હું તો તને જોતાં–અમે જોયેલ સાથે તે–
સ્મરન્તાં ના શકું સૂઈ ! કહે, સાથી સૂએ છે કે ?

સલુણી સુન્દરી ચન્દા ! ધરી તવ સ્વચ્છ કિરણોમાં–
હૃદયનાં ધોઉં છું પડ હું ! કહે, તે એ ધૂએ છે કે ?