ગુજરાતની ગઝલો/મારી કિસ્તી
Appearance
← ચન્દાને સંબોધન | ગુજરાતની ગઝલો મારી કિસ્તી [[સર્જક:|]] ૧૯૪૩ |
મનોહર મૂર્તિ → |
નવ સૂઝે ઉપાય કૈં ડોલાય મારી કિસ્તી !
આવા તોફાનમાં જરૂર ડૂબશે મારી કિસ્તી !
ભવસમુદ્ર છે સમાનઃ
બચે જો હોય લખ્યું લખત !
સહસા તોયે આ વખત ઝુકાવી છે મેં કિસ્તી.
અન્ય દશા જોઈ ડરતઃ
ધીમે ધીમે ગતિ કરતઃ
પણ અરે ! આ તો તરત ઝુકાવી છે મેં કિસ્તી,
દેખી નહીં શકું ચન્દર;
કેમ દેખું ત્યારે બન્દર ?
મોજાં તોફાનીની અંદર ઝુકાવી છે મેં કિસ્તી !
સફરનો હતો ચરસ:
ગણતો હતો ઘણી સરસ;
દીસે ઘણાં થયાં વરસ ઝુકાવી છે મેં કિસ્તી !