લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/બળે છે !

વિકિસ્રોતમાંથી
← કરું કે ન કરું ? ગુજરાતની ગઝલો
બળે છે !
[[સર્જક:|]]
૧૯૪૩
એકરારનામું →


૫૮ : બળે છે !


આંખોથી વહે છે ધારા, તોયે જિગર બળે છે;
ચોમાસે ભરપૂરે, આકાશનું ઘર બળે છે !

તેજસ્વી ઘર જોશે શું કોઈ તે સનમનું ?
જેની ગલીમાં ઊડતાં પંખીનાં પર બળે છે !

ફુર્કતની આગ દાબું, તો ભસ્મ થાય હૈયું;
ફિર્યાદ કરું છું તો જિહવા અધર બળે છે !

મૃત છું હું તોય જીવું, માશૂક અમૃત પાયે,
વન તમાશો જોશે કે કેમ નર બળે છે !