લખાણ પર જાઓ

ગુજરાતની ગઝલો/સનમની નિગાહ

વિકિસ્રોતમાંથી
← પ્રેમીની પ્રણયઘોષણા ગુજરાતની ગઝલો
સનમની નિગાહ
[[સર્જક:|]]
૧૯૪૩
કાફી છે →


૪૪ : સનમની નિગાહ


નિગાહ તુજની, અરે ! બદમસ્તીમાં હુશિયાર કેવી છે ?
અમારું દિલ ચુરાવાને, કહો ! તૈયાર કેવી છે  ?

અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી;
શહીદે નાઝ ! બતલાવો કે આમાં ધાર કેવી છે ?

જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલમહીં લાગી;
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે ?

ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું;
જરા દિલબર ! બતાવોને અહા ! તલવાર કેવી છે !