ઝૂમકહાર શીદ તોડ્યો ?
Appearance
ઝૂમકહાર શીદ તોડ્યો ? મીરાંબાઈ |
ઝૂમકહાર શીદ તોડ્યો ?
ઝૂમકહાર શીદ તોડ્યો ?
જળ જમુનાનાં ભરવાને ગ્યાં’તાં, ઘડૂલો મારો શીદ ફોડ્યો ?
વૃન્દાવનને મારગ જાતાં, કાંડું ઝાલીને હાર તોડ્યો.
પ્રીત કરી પણ કરતાં ન આવડી, નંદ આહીરનો છોરો.
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, નંદલાલ, આવને ઓરો.