લખાણ પર જાઓ

દીનાનાથની ઢાળો/ઢાળ ૫મી

વિકિસ્રોતમાંથી
← ઢાળ ૪થી દીનાનાથની ઢાળો
ઢાળ ૫મી
કેશવલાલ ભટ્ટ
ઢાળ ૬ઠ્ઠી →


(ઢાળ ૫ મી)

મારી લાજ તમારે હાથે, નાથ નિભાવજો રે;
દિનાનાથ દયાળ દયા, અદ્ભૂત દર્શાવજો રે. એ ટેક.

સંકટથી સોસાઉં મુરારી, લેજો અંતર્યામી ઉગારી;
હવે ગયો છું હારી, બાપ બચાવજો રે. મારી૦

કર્મ કઠણ માઠા ગ્રહ બેઠા, હાથ પડ્યા છે હમણા હેઠા,
પરમેશ્વર ક્યાં પેઠા, પણ પરખાવજો રે. મારી૦

અહિત અને હિતમાં અણસમજુ, કૃત્યાકૃત્ય વિષે શું સમજું;
ભજું તજું શું માધવ, માર્ગ બચાવજો રે. મારી૦

કેશવ હરિ હેતે સંભારું, પ્રભુ પદ હોય હજી જો પ્યારું;
મંગલ કરવા મારૂં, અંગદ આવજો રે. મારી૦