દીનાનાથની ઢાળો/ઢાળ ૬ઠ્ઠી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← ઢાળ ૫મી દીનાનાથની ઢાળો
ઢાળ ૬ઠ્ઠી
કેશવલાલ ભટ્ટ
ઢાળ ૭મી →


<poem>

હઠ લઈ બેઠા છો હરિરાય, હવે હદ થાય છે રે; જગદીશ્વરજી જન્મ જડેલો, નિષ્ફળ જાય છે રે. એ ટેક.

શો અપરાધ થયો છે સ્વામિ, પુછું છું પ્રાણેશ્વર શીરનામી; અંતર્યામી અતિ અંતર, ઉભરાય છે રે. હઠ૦ ૧

છે ભગવાન મને ભય ભારે, આપ વિના નહિ કોઇ ઉગારે; આ સંસારે અધવચ વહાણ તણાય છે રે. હઠ૦ ૨

ઘણા ઘણાની વહારે ધાયા, સેવકને ટાણે સંતાયા, માધવ ન કરો માયા, નયન ભરાય છે રે. હઠ૦ ૩

કેશવ હરિ બહુ કઠણ ન થાશો, નિર્દય થઈને દૂર ન જાશો; પ્રિય કરૂણામૃત પાસે, જીવન જાય છે રે. હઠ૦ ૪

-૦-