દીનાનાથની ઢાળો/ઢાળ ૮મી
Appearance
← ઢાળ ૭મી | દીનાનાથની ઢાળો ઢાળ ૮મી કેશવલાલ ભટ્ટ |
ઢાળ ૯મી → |
ઢાળ આઠમી
સદ્ગુરુ શરણ વિના , અજ્ઞાન તિમિર ટળશે નહીં રે;
જન્મ મરણ દેનારૂં, બીજ ખરૂં બળશે નહીં રે. એ ટેક.
પ્રેમ વચનામૃત પાન વિના, સાચા ખોટાના ભાન વિના;
ગાંઠ હ્રદયની જ્ઞાન વિના, ગળશે નહીં રે. સદ્૦ ૧
શાસ્ત્ર પુરાણ સદા સંભારે, તનમન ઇન્દ્રિય તત્પર તારે;
વગર વિચારે વળમાં, સુખ મળશે નહીં રે. સદ્૦ ૨
તત્ત્વ નથી મારા તારામાં, સુજ્ઞ સમજ નરતા સારામાં;
સેવક સુત સારામાં, દિન વળશે નહીં રે. સદ્૦ ૩
કેશવ હરિની કરતાં સેવા, પરમનંદ બતાવે તેવા;
શોધ વિના સજ્જન એવા, મળશે નહીં રે. સદ્૦ ૪