નિહારિકા/આંખે પડદા
Appearance
< નિહારિકા
← ભસ્મીભૂત | નિહારિકા આંખે પડદા રમણલાલ દેસાઈ |
ખાલી ઝોળી → |
આંખે પડદા
૦ માલકોષ ૦
આંખે પડદા પડે ! હો પડે !
ઘોર ઘટા ઘનમેઘની છાઈ;
તિમિર અમાસ અડે ! હો અડે !
આંખે પડદા પડે ! હો પડે !
વીજલડી પણ જાય રિસાઈ !
બુરખો ઓઢી રડે ! હો રડે !
આંખે પડદા પડે ! હો પડે !
પંથી આજ રહ્યો અટવાઈ;
મારગ તો ન જડે ! હો જડે !
આંખે પડદા પડે ! હો પડે !