નિહારિકા/ભસ્મીભૂત

વિકિસ્રોતમાંથી
← મૂંઝવણ નિહારિકા
ભસ્મીભૂત
રમણલાલ દેસાઈ
આંખે પડદા →


ભસ્મીભૂત


૦ ભૈરવી ૦

વિભૂતિમાંથી ભસ્મ રહી !
દિવ્ય તેજ આવર્યું
દિવ્ય તેજ ના વર્યું હા !
જ્યોતિમાંથી તિમિર ખર્યું !—વિભૂતિ

ભસ્મીભૂત સકલ દેશ !
ભસ્મ સમા મલિન વેશ !
ભસ્મશુષ્ક જો આ દેશ !
ભસ્મશાયી સહુ ઠર્યું –વિભૂતિ

સરિતમાં ન સોહે નીર,
વેળુને ઉછાળે તીર;
કેસરી રહિત ગીર !
નૂર હિંદનું હર્યું –વિભૂતિ

હિમમાં ઉજાશ નહીં,
ગંગપુણ્ય ભાસ નહીં,
ઉદધિમાં ઉલ્લાસ નહીં,
દાસપણું જો ધર્યું –વિભૂતિ