લખાણ પર જાઓ

નિહારિકા/તોફાન

વિકિસ્રોતમાંથી
← ખાલી ઝોળી નિહારિકા
તોફાન
રમણલાલ દેસાઈ
રસજ્યોત →


તોફાન


૦ ગઝલ ૦

નયનને ખેંચતાં નયનો;
જિગરને ખેંચતાં હૈયાં;
જીવનના એ છલકતા
સાગરે છૂટી ગઈ નૈયા.

જડે ક્યાં પ્રેમનો આરો ?
ન દેખાયે અચલ તારો !
ઊભા છે મોહના ખડકો,
મૂંઝાતાં કુમળાં હૈયાં.

દીવાદાંડી નથી દરિયે,
નથી ત્યાં રાહબર મળતા.
અટૂલાં યુગ્મને જાવું
પરસ્પર સાહીને બૈયાં.

સહુ ખેંચાય !–નહીં જાવું ?
ભયાનક સુખને સ્હાવું ?
ચૂક્યાને કાજ પથરાતી
ભયંકર ઘોર જળશૈયા !

અશુદ્ધિ ક્યાં ? વિશુદ્ધિ શું ?
ઘૂમે વંટોળ ને વમળો;
સુકાની સાચવો ધારી;
ચઢ્યાં તોફાનમાં હૈયાં.