લખાણ પર જાઓ

નિહારિકા/પાર ઉતારો

વિકિસ્રોતમાંથી
← કલાપીને નિહારિકા
પાર ઉતારો
રમણલાલ દેસાઈ
ઈશ કે અલ્લા? →


પાર ઉતારો


૦ ભૈરવી ૦

દયાઘન, પાર, ઉતારો નાવ !
આંધી ચઢી, જલ મારે ઉછાળા,
ભૂલ્યો સુકાની દાવ–દયાધન.

સૂરજ અસ્ત, શશી તારાગણ
અંધારે ગરકાવ–દયાધન.

નીરતીર બની એક ગૂંથાયાં !
કરવી કેને રાવ? –દયાઘન.

સઢ તૂટ્યા, ખોવાય હેલેસાં,
મારગ નાથ! બતાવ-દયાઘન.

પાપભાર જરી હળવો કરીને,
ડૂબતી નાવ બચાવ !-દ