નિહારિકા/મંગલ સંકલ્પ
← ચંદ્રને પ્રશ્ન | નિહારિકા મંગલ સંકલ્પ રમણલાલ દેસાઈ |
સુહાગી દૃશ્ય → |
મંગલ સંકલ્પ
૦ શાર્દૂલવિક્રીડિત ૦
નિદ્રાયોગ મહીં અવિક્રિય સૂતા
ચિદ્રૂપ પોતે વિભુ;
સ્વાનંદે બની તુષ્ટ ખાલી નયનો
જાગી ગયા એ પ્રભુ.
‘હું છું એક અનેક રૂપ બનીને
આનંદ શેં ના લહું ?
વિસ્તારી નિજ રૂપ સુખલહરી
સર્વત્ર હું ફેલવું.’
સંકલ્પ કર્યો, છતાં ન વિકસી
ઇપ્સિત બ્રહ્માવલી;
ભ્રૂભંગે નીરખ્યું, નિહાળી રસિકા
સૌ ન્દ ર્ય ખીલી કળી.
દીપ્તિવર્ધન વસ્ત્ર ધારી સુસ્મિતા
લજ્જાળુ મીઠું હસી.
અક્રિય પ્રભુમાં ગતિ પ્રગટીને
પાસે જ આવ્યા ખસી.
‘હું એકાન્તિક એકલો : ન પરખ્યાં,
છો કોણ, ઓ સુન્દરી ?’
પૂછે છે પરબ્રહ્મ વિસ્મિત બની;
ત્યાં બોલી જાદુગરી.
‘હું શક્તિ સ્વરૂપા, ન કેમ પ્રીછતા,
અર્ધાંગના આપની ?
માયામોહિનીરૂપ ભિન્ન બની હું –
એ સિદ્ધિ સંકલ્પની.’
ઇચ્છયું એક અનેક રૂપ બનવા,
ત્યાં ક્યાંથી આ મોહિની ?
ચાહ્યું વિસ્તરવા સ્વરૂપ, પછી ત્યાં
શોભા શી આ દ્વૈતની ?
‘ના, ના, ના મુજ વૃત્તિ અન્ય બનવા !
સંકલ્પ જુઠ્ઠો પડે;
ભૂલ્યો શું પ્રભુતા ? અરે, કવણ આ
સૌન્દર્યમૂર્તિ ઘડે ?
ના ખેંચો મુજને અકથ્ય બલથી,
હું ડૂબતો, તારીણી !’
શંકાશીલ પ્રભુ તણો કર ગ્રહી
બો લી મ નો હા રી ણી
‘આ શું ભાન ભૂલ્યા ? ન ઓળખ પડે ?
હું તે તમે નિશ્ચલ.
આપ હસ્ત; અનેka મૂર્તિ નિજની
સ ર્જા વ શું નિ ર્મ લ.”
ઈશે હસ્ત ધર્યો; હસી પકડતી
એ મેહિની કોમલ.
બ્રહ્માંડે પ્રગટ્યાં પ્રભુસ્વરૂપ ! શો
સંકલ્પ એ મંગલ !