નિહારિકા/માયામોહિની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← આખર સલામ નિહારિકા
માયામોહિની
રમણલાલ દેસાઈ
વનલીલા →


માયામોહિની


૦સાખી૦ શો બ્રહ્માનંદ ગાજે ૦ ગરબી ૦ વસંતતિલકા ૦ કાનુડા તારી ૦

શ્યામ સાડી સજી સુંદરી રમતી ઘટ ઘટ માંહ્ય;
વિશ્વવિલાસે વિરહતી માયા મધુર સોહાય.

રચી વિશ્વગોલ ઘેરાં, શાં રૂપ લે અનેરાં !
રમે મંમાયા મોહિની મનોહરી.
આત્મચંદ્ર સાથ ખીલી એ અનંત પોયણી !-
રચી વિશ્વગોલ.

ગરબે ફરી ગરવા ગોળ ગોરી સદા ઘૂમતી,
યુગયુગને ઠમકે દિવ્ય લીલાભર નર્તંતી;
સ્મિત શશીમાં ને અટ્ટહાસ્ય સૂર્યમહીં પૂરતી;
ચપલાની ચંચલ ચાલ ! પ્રીતમ ભણી અભિસરતી.

હસીને પ્રેમ સીંચી ખિલાવે જગબાગ-
મીઠી માલણ અપૂર્વ કોઈ જાદુગરી-
રચી વિશ્વગોલ.

માયા તણા લલિત અંક મહીં વિરાજી,
ખેલે અનેકવિધ ખેલન માનવીઓ;
આલિંગનો અવનવાંથી સમષ્ટિ વ્યાપી,
ફેલી અખિલ જગમાં નિજ ગોળ ચૂમી-
રચી વિશ્વગોલ.

હસતાં રમતાં પ્રભુમાં ભેળવનારી !
સ્વચ્છંદે ત્રિભુવન જીતનારી !
અંધારે ભવ્ય ચમક ભેળવનારી !
અશ્રુમાં મોજ ઝીલવનારી !-
રચી વિશ્વગોલ