નિહારિકા/વનલીલા
Appearance
< નિહારિકા
← માયામોહિની | નિહારિકા વનલીલા રમણલાલ દેસાઈ |
ચંદ્રને પ્રશ્ન → |
વનલીલા
૦ ગરબી ૦ માઢ ૦
હું તો વનમાંહીં વેણભરી વાતી,
રસગીત મારાં ગાતી,
ને ગુંજતી નાચતી રમું ! – હું તો.
ફૂલભરી ચૂંદડીને - પર્ણતણાં પિચ્છ ધરું;
લીલા લીલા ઘાસતણી
મોજડી સુંવાળી ધરી,
કુંજ ને નિકુંજ માંહી એકલી ભમું ! – હું તો.
પુષ્પની પથારી મારે, પુષ્પતણાં એાઢણા !
કૃણી કૂણી દુર્વાની
મેખલા વિંટાળી, સખી,
રંગભર્યાં ચર્મ ઢાંકી વનમાં શમું – હું તો.