નિહારિકા/મુજ અંતર ડગમગ થાય
Appearance
< નિહારિકા
← અંતરના સ્નેહ | નિહારિકા મુજ અંતર ડગમગ થાય રમણલાલ દેસાઈ |
શાને વીંધો, મદનરાજ ! → |
મુજ અંતર ડગમગ થાય
માઢ
મુજ અંતર ડગમગ થાય!
જીવન મુજ ઝોલે.....ચઢ્યું !
ભરતી થકી સર ઊભરાય !
વારિ તો બધું હેલે....ચઢ્યું !
તીરે વસતા સ્નેહીને, રમવા તેડ્યા પાસ !
આમન્ત્રણ અળખામણાં મારાં
લાગ્યાં; તજિયા વાસ !
હો મારી રહી ગઈ ઊણી આશ !—મુજ
તૂટ્યો તાર સિતારનો હો તૂટી ઉરની પ્રીત;
નીરસ બની ગયું ગીત, ને મારું
રસહીન બનિયું જીવિત.
હા ! મુજ ભાવિ શૂન્યાકાશ !—મુજ