નિહારિકા/શાને વીંધો, મદનરાજ !
Appearance
< નિહારિકા
← મુજ અંતર ડગમગ થાય | નિહારિકા શાને વીંધો, મદનરાજ ! રમણલાલ દેસાઈ |
પનિહારીને સાદ → |
શાને વીંધો, મદનરાજ!
૦ ગરબી-માઢ ૦
શાને વીંધો, મદનરાજ ! તાકી પુષ્પ તણાં બાણ?
કૂણી વિંધાય મારી છાતડી રે લોલ!
કોલ દીધો, મદનરાજ ! તો ય માગો છે દાણ?
કોને કહું હું મારી વાતડી રે લાલ !
સાખી]
મલક્યા મુખની મોહિની, કુટિલ નયનના કેર;
લલિત અંગ વરસી રહ્યાં અમૃત ભરિયાં ઝેર !
ચઢ્યાં ઝેર, મદનરાજ આવે અંગમહીં તાણ.
જે ને ખેંચાય મારી જાતડી રે લોલ !
આવો આવો મદનરાજ ! અમો મંત્રથી અજાણ.
કેમે વીતે આ કાળી રાતડી રે લોલ !