ન્હાના ન્હાના રાસ/કદંબનાં ફૂલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← અષાઢી વાદળી ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
કદંબનાં ફૂલ
ન્હાનાલાલ કવિ
કાશ્મીરી શાલ →


  
હું તો ગઈ'તી કદંબના ઝાડે કદંબનાં ફૂલ લેવા;
હું શું જાણું કો આવે પછવાડે કદંબનાં ફૂલ લેવા ?

હું તો વગડાની વાટે ચાલી કદંબનાં ફૂલ લેવા;
એહ આવ્યા જાણે વને વનમાળી કદંબનાં ફૂલ લેવા.

મ્હેં તો મુખડે એને ઝાંખ્યું કદંબનાં ફૂલ લેવા;
એણે નેણલેથી નેણબાણ નાંખ્યું કદંબનાં ફૂલ લેવા.

મ્હેં તો લીધો એ કુંજનો કેડો કદંબનાં ફૂલ લેવા;
એણે ઝાલ્યો મ્હારો પાલવછેડો કદંબનાં ફૂલ લેવા.

હું તો ગઈ'તી ધરાને ઢાળે કદંબનાં ફૂલ લેવા;
એહ આવ્યા મ્હારી દેહની ડાળે કદંબનાં ફૂલ લેવા.
-૦-