લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/ગોવાલણી

વિકિસ્રોતમાંથી
← વન ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
ગોવાલણી
ન્હાનાલાલ કવિ
વીરાંગના →



૨૭
ગોવાલણી

ડૂબે સૂર્ય ધીમે ધીમે, ગોવાલણી રે લોલ !
નમે તારા લૂમે લૂમે, ગોવાલણી રે લોલ !

ત્હમારાં અમૃત સમાં મ્હૈડાં, ગોવાલણી રે લોલ !
ત્હમારાં ચન્દ્ર સમાં હૈડાં, ગોવાલણી રે લોલ !

ઘાડી ઝાડીઓના ઝુંડો, ગોવાલણી રે લોલ !
ત્હમારો રાગ ઉડ્યો ઊંડો, ગોવાલણી રે લોલ !

તેજ આંખમાં પૂરાયું, ગોવાલણી રે લોલ !
મ્હને મધુરૂં શું પાયું, ગોવાલણી રે લોલ !