ન્હાના ન્હાના રાસ/જાવા દ્યો, જોગીરાજ!
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ

આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.

← જરા થોભ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ જાવા દ્યો, જોગીરાજ! ન્હાનાલાલ કવિ |
ટહુકો → |
જાવા દ્યો, જોગીરાજ ! અળગા રહો, નાથજી !
આમ શું માયા લગાડો રે ?
સરિતાને કાંઠડે કે વનની મરૂઢીમાં-
ક્ય્હાં તમ ફુલરોપ રોપશો રે ?
જાવા દ્યો, જોગીરાજ !
ભેખ હસાવશો ને ચુંદડી લજાવશો,
રત્નોને રજ તો ચ્હડાવશો રે;
હું તો છું બાલુડી ને આપ દેવદેહી,
આંખલડી રાજ ! મા નચાવશો રે;
જાવા દ્યો, જોગીરાજ !
-૦-