ન્હાના ન્હાના રાસ/ટહુકો
Appearance
← જાવા દ્યો, જોગીરાજ! | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ ટહુકો ન્હાનાલાલ કવિ |
ડોલતા ડુંગર → |
ટહુકો
વેગળી વસન્તના મોંઘા આલાપ.
મોંઘા આલાપ, લોલ ઉરના વિલાપ:
વેગળી વસન્તના મોંઘા આલાપ.
સરિતાની કુંજ મંજુ ટહૌકાની રેલમાં
ઝૂકી, ઝૂક્યાં કો ચતુરાનાં ચાપ :
વેગળી વસન્તના મોંઘા આલાપ.
ધીમી ધીમી મ્હારી કોકિલા રડે છે;
માનવી સુણે છે કેલિના ક્લાપ :
વેગળી વસન્તના મોંઘા આલાપ.