લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/નન્દિની

વિકિસ્રોતમાંથી
← તમીસ્ત્રા ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
નન્દિની
ન્હાનાલાલ કવિ
નીર ડોલે →



નન્દિની

ખમ્મા મ્હારી નન્દિની ! રે નન્દિની !
કુંળું ત્‍હારૂં હૈયું સંભાળ એક, નન્દિની !
ખમ્મા મ્હારી નન્દિની ! રે નન્દિની !

ખેલતાં શું કાંટા વાગ્યા ? બાપુ નન્દિની !
કેવડાને ક્યારે જતી ન, બ્‍હેન નન્દિની !
મોગરાના મૂકજે કિરીટ શિરે, નન્દિની !
ખમ્મા મ્હારી નન્દિની ! રે નન્દિની !

ઉડતાં કો તેજ શું વાગ્યાં ? બાપુ નન્દિની !
વીજળીને ઝાલવા જતી ન, બ્‍હેન નન્દિની !
ચન્દ્રિકામાં ઝીલજે ઝીલાય તેમ, નન્દિની !
ખમ્મા મ્હારી નન્દિની ! રે નન્દિની !

કોકિલાની કેલિ વાગી શું ? બાપુ નન્દિની !
પુષ્પના શું વાગ્યા પરાગ ? બ્‍હેન નન્દિની !
વ્હાલઘેલી વાટમાં વસન્ત વાગી ? નન્દિની !
વેણું ? કે કો વાગી સુહાગી રાજઆંખડી ?
ખમ્મા મ્હારી નન્દિની ! રે નન્દિની !