ન્હાના ન્હાના રાસ/નીર ડોલે
Appearance
← નન્દિની | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ નીર ડોલે ન્હાનાલાલ કવિ |
નેણલનાં મહેમાન → |
નીર ડોલે
નીર ડોલે, નીર ડોલે, સૃજનનાં નીર ડોલે રે:
નીર ડોલે, નીર ડોલે, પ્રલયનાં નીર ડોલે રે. ધ્રુવ.
નેહે જગમાત કેરી આંખડી રે ડોલે :
ડોલે હરિ લક્ષ્મીજીને ખોળે :
સૃજનનાં નીર ડોલે રે.
શેષ કેરા મણિ ડોલે, સાગરતરંગ ડોલે;
ડોલે બ્રહ્મા પદ્મને હિન્ડોલે :
સૃજનનાં નીર ડોલે રે.
નિરખી જગનાથ કેરાં હઈડાં હસી રહ્યાં;
મૂક્યું નૃત્ય તે દિને ભૂગોલે :
સૃજનનાં નીર ડોલે રે.
નીર ડોલે, નીર ડોલે, સૃજનનાં નીર ડોલે રે.