ન્હાના ન્હાના રાસ/બ્હેનાં! આવો
Appearance
← આમંત્રણ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ બ્હેનાં! આવો ન્હાનાલાલ કવિ |
ભેદના પ્રશ્ન → |
૪
બ્હેનાં! આવો
એક આંબો મ્હોરે મ્હોરે આંગણે રે લોલ :
ઘેરગમ્ભીર ત્હેની ઘટા ઢળી રે લોલ :
બ્હેનાં! આવો રસાળ એની છાંયડી રે લોલ.
એક આસોપાલવ મ્હારી વાડીમાં રે લોલ :
ઘેરગમ્ભીર ત્હેની છટા ઢળી રે લોલ :
બ્હેનાં! આવો, હેતાળ ત્હેની છાંયડી રે લોલ.
એક વડલો ઊભો વનચોકમાં રે લોલ :
ઘેરગમ્ભીર ત્હેની જટા ઢળી રે લોલ :
બ્હેનાં! આવો, વિશાલ ત્હેની છાંયડી રે લોલ.