લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ/રાસ

વિકિસ્રોતમાંથી
← રંગધેલી ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
રાસ
ન્હાનાલાલ કવિ
લોક-લોકના રાસ →



રાસ

સખિ ! આજે મૃદંગચંગ સાજે
કિરીટ શીર્ષ છાજે વિરાજે વસન્તના.
વેણુ વાજે, સ્નેહ પાજે;
ત્હારે કાજે કુંજ ગાજે:
સખિ ! આજે વિ. ધ્રુવ.

બેઠી બાલા વિશાલા ઉમંગમાં ;
વાટ જોતી કપોતી શી અંગના,
પન્થ ભાળે-નિહાળે છે કન્થના
હસન્ત આ દિગન્તમા !

વેણુ વાજે, સ્નેહ પાજે;
ત્હારે કાજે કુંજ ગાજે:
સખિ ! આજે વિ.