ન્હાના ન્હાના રાસ/સુખદુઃખ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← દૂધ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
સુખદુ:ખ
ન્હાનાલાલ કવિ
શીયળ →


  
દુઃખસુખ આવે રે તે સ્હેજો :
માજીના ચરણકમલમાં ર્‌હેજો :
        દુઃખસુખ આવે રે તે સ્હેજો.

સુખડાં તરતાં રે રૂડાં છે :
દુઃખડાં પાછળ રે ઊંડાં છે :
માજીના ઊંડારૂડા સન્દેશ
        દુઃખસુખ આવે રે તે સ્હેજો.

સુખડાંની શોભા રે સુલભ છે :
દુઃખડાંના હેતુ રે ગહન છે :
માજીના ગહનસુલભ આદેશ
        દુઃખસુખ આવે રે તે સ્હેજો.

મા ! મુજ પ્રેમલ રે રચના છે :
મા ! તુજ સદર્થ રે ઘટના છે :
મા ! મુજ સદર્થ પ્રેમલ નિવેશ
        દુઃખસુખ આવે રે તે સ્હેશું  :
        મા ! તુજ ચરણકમલમાં ર્‌હેશું :
-૦-