ન્હાના ન્હાના રાસ/હતો
Appearance
← સંભારણાં | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ હતો ન્હાનાલાલ કવિ |
માફ કરજે, બાલા! → |
૫૩
હતો
એક-એક વીરો હતો, વીરો હતો :
ત્હેની બ્હેનીને પાટ જઇ બેઠો :
હો ! એક-એક વીરો હતો, વીરો હતો.
એક-એક સ્વામી હતો, સ્વામી હતો :
ત્હેની વ્હાલીને વાટ જઇ બેઠો :
હો ! એક-એક સ્વામી હતો, સ્વામી હતો.
એક-એક જોગી હતો, જોગી હતો :
ત્હેની જોગણને ઘાટ જઇ બેઠો :
હો ! એક-એક જોગી હતો, જોગી હતો.