ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આંખડીને વારજો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← આહીરિયા અજાણ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
આંખડીને વારજો
ન્હાનાલાલ કવિ
એ હરિ ! આશીર્વાદ →


 ૪ર, આંખડીને વારજો !
હું વારૂં છું, સલૂણી ! એ આંખડીને વારજો;
સોગન્દ છે, રમતાં ન બાણ કોને મારજો;
હું વારૂં છું, સલૂણી ! એ આંખડીને વારજો !

નથી ખેલાતી દિલ દાઝ્યા વિના નયનોની નિશાનબાઝી;
નથી ખેલાતી દિલ દઝાડ્યા વિના નયનોની નિશાનબાઝી;
રસિકવર હો ! મગર તુ સજ્જ હે તુજ દિલડું ડૂલ કરવા,
તો ખેલજે, નહિ તો ન ખોલીશ નયનોની નિશાનબાઝી.

હું વારૂં છું, સલૂણી ! એ આંખડીને વારજો;
સોગન્દ છે, રમતાં ન બાણ કોને મારજો;
હું વારૂં છું, સલૂણી ! એ આંખડીને વારજો !