ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આનન્દરંગ
Appearance
ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ આનન્દરંગ ન્હાનાલાલ કવિ |
આયુષ્યનો છોડ → |
એક છે અનસ્ત રંગ આત્મનો, આનન્દરંગ;
એક છે સોહાગ એ પરમાત્મનો, આનન્દરંગ.
એક છે પ્રકાશપ્રભા ચન્દ્રની, આનન્દરંગ;
એક છે ત્રિલોકધારા સૂર્યની, આનન્દરંગ.
એક છે અખંડ બોલ વાયુનો, આનન્દરંગ;
એક છે બ્રહ્માડવર્ણ આભનો, આનન્દરંગ.
એક છે વસન્તબોલ વિશ્વનો, આનન્દરંગ;
એક છે જગમન્ત્ર શ્રીજગદીશનો, આનન્દરંગ.
એક છે સમસ્ત સૃષ્ટિની સુધા, આનન્દરંગ;
એક છે આયુષ્ય કેરી ચન્દ્રિકા, આનન્દરંગ.
એક છે સોહાગ એ પરમાત્મનો, આનન્દરંગ;
એક છે અનસ્ત રંગ આત્મનો, આનન્દરંગ.
♣