લખાણ પર જાઓ

ન્હાના ન્હાના રાસ - ભાગ ૩/આવીગયો સામળો

વિકિસ્રોતમાંથી
← આયુષ્યનો ભયો ભોર ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
આવી ગયો સામળો
ન્હાનાલાલ કવિ
આહીરિયા અજાણ →


 ૩૯, આવી ગયો સામળો




અહો ! એકદા અમારે ઘેર આવી ગયો સામળો;
કંઈ બ્રહ્મનૃત્યે નાચી વેણુ સુણાવી ગયો સામળો;
અને જીવની બુઝાતી જ્યોત જગાવી ગયો સામળો.
અહો ! એકદા અમારે ઘેર.

ભલા જ્યમ પોયણાંની પાંખડીમાં ચન્દ્ર ઘૂમે;
સરોવરના ઉરે જ્યમ મેઘની જળછાંય નમે;
હૃદયના બોલમાં જ્યમ બોલ રસરસિયાના રમે;

એમ આંખડી શું આંખડી લગાવી ગયો સામળો;
દૃગથી અબોલ આશિષો વરસાવી ગયો સામળો;
અહો ! એકદા અમારે ઉરે આવી ગયો સામળો.